Home દેશ એક સમાન ઓળખ અને એક સમાન દષ્ટિકોણ માટે પરિવર્તન.. ભારતીય સેનામાં...

એક સમાન ઓળખ અને એક સમાન દષ્ટિકોણ માટે પરિવર્તન.. ભારતીય સેનામાં UCCની પહેલ..

122
0

ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે.શોર્ય,વીરતા અને સુરક્ષા પાછળ જીવનનું બલિદાન આપી દેનારા ભારતીય સેનાના ડ્રેસને લઈને મોટો ફેરફાર કરાયો છે. ભારતીય સેનામાં UCCની પહેલ થકી ભારતીય સેનાના ડ્રેસમાં  ફેરફાર લાગુ કરાયો છે. જેમાં સેનાના બ્રિગેડિયર એને તેનાથી ઉપરી રેન્ક ના અધિકારી ઓ એક સરખા યુનિફોર્મમાં જોવા મળશે. ભારત સરકાર દ્વારા ભારતીય સેનાનો એક જેવો યુનિફોર્મ લાગુ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે. ત્યારે હવે સેનામાં બ્રિગેડીયર અને તેમની ઉપરના રેન્કના અધિકારીઓ એક જેવો જ યુનિફોર્મ પહેરશે. પરંતુ ભારતીય સેનાના કર્નલ અને તેમની નીચેના રેન્કના અધિકારીઓના યુનિફોર્મમાં કોઇ ફેરફાર કરાયો નથી.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ સેનાના મૂળ કેડર અને ફ્લેગ રેંકના  વરિષ્ઠ અધિકારીઓ માટે એક જેવો યુનિફોર્મ આપવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર યુનિફોર્મ ફેરફાર કરવાનો નિર્ણય એક ઓગસ્ટથી લાગુ કરવામાં આવ્યો છે. જો કે સેનાના કર્નલ અને રેંકના અધિકારીઓના યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં સેનામાં 16 રેંક હોય છે. તેમજ સેનામાં બ્રિગેડિયર અને ઉપરના અધિકારીઓ હોય છે. જે પહેલાથી જ યુનિટ્સ, બટાલિયનોની કમાન સંભાળી ચૂકેલા હોય છે અને મોટાભાગે મુખ્યાલયો કે પ્રતિષ્ઠાનોમાં તૈનાત હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here