ઉમરેઠ : 22 માર્ચ
ઉમરેઠમાં એક દંપતી એકજ દિવસે અકાળે કુદરતી રીતે મૄત્યુ પામતા લોકોમાં અચરજ ફેલાઈ ગઈ હતી. સવારે પતિનું મોત થયું હતુ જેઓની દફન વિધિ બાદ હજૂ પરિવારજનો ઘરે આવ્યા તેના થોડા સમય માંજ પત્નિએ પણ દમ તોડ્યો હતો જેઓની દફન વિધિ પતિની કબર પાસેજ કરવામાં આવી હતી બંન્ને ની કબર આસપાસ હોવાને કારને સદાય માટે તેઓ સાથે રહેશે તેવો પરિવારજનો અને સ્વજનોએ મત પ્રગટ કર્યો હતો.
ફિલ્મોમાં સાથ જીએંગે સાથ મરેગેં ની વાતો આપણે જોતા હોઈયે છે, પરંતુ ઉમરેઠના મદની સોસાયટીમાં રહેતા ઈબ્રાહીમભાઈ નબીજીભાઈ વ્હોરા (ઉ.૭૧) અને તેઓના પત્નિ જરીનાબેન ઈબ્રાહીમભાઈ વ્હોરા (ઉ.૬૯) કુદરતી રીતે અકાળે બંન્ને એકજ દિવસે મૄત્યુ પામ્યા હતા અને રીયલ લાઈફમાં સાથ જીએગે સાથ મરેંગી સૂત્ર સાર્થક સાબીત કર્યું હતુ.
ઈબ્રાહીમભાઈ નબીજીભાઈ વ્હોરા નું ગતરોજ સવારે ૫ કલાકે હ્ર્દય રોગના હુમલાથી અકાળે મોત થયું હતુ જેની જાન થતા તેઓના સગા સબંધીઓ તેઓના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને જરીનાબેન અને તેઓના પરિવારજનો ને સાંત્વના આપી હતી. ઈબ્રાહિમભાઈનો જનાજો નિકળતાની સાથે વિલાપ કરતા જરીના બેને, “મને પણ સાથે લઈ જાવ..” તેવું વાક્ય ઉચ્ચાર્યું હતુ. સ્વજનો દ્વારા ઈબ્રાહીમભાઈ ની દફન વિધિ સંપન્ન કરી ઘરે પરત ફર્યા હતા તેના થોડા કલાક બાદ જ ઈબ્રાહિમભાઈના પત્નિ જરીનાબેનને પણ હ્ર્દયનો હુમલો થયો હતો અને તેઓનું પણ તેજ દિવસે મોત થતા તેઓની અંતિમ યાત્રા નિકળી હતી અને ઈબ્રાહીમભાઈની કબર પાસે જ તેઓની કબર ખોદવામાં આવતા તેઓ જીવતા પણ સાથે રહ્યા અને મૄત્યુ પછી પણ સાથે રહેશે તેવો મત સ્વજનોએ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈબ્રાહીમભાઈ અને જરીનાબેન તેઓના ૨ પૂત્ર અને ૨ પૂત્રી ને વિલાપ કરતા છોડી ગયા છે. ઉમરેઠમાં પતિ પત્નિ બંન્ને નું એકજ દિવસે કુદરતી મોત થયું હોવાનો કીસ્સો ટોક ઓફ ધી ટાઊન બન્યો હતો.