ઉમરેઠના વૈષ્ણવોના એક ધાર્મિક સ્થળ ઉપર એક પ્રેમી યુગલ અશ્લીલ હરકતો કરતું હોય ભક્તજનોની લાગણીઓ દુભાઈ હતી. ભગવાનના ધામમાં પ્રેમી યુગલ દ્વારા અશ્લીલ ચેનચાળા કરવામાં આવતા આસપાસના રહીશો દ્વારા તેમને જોઈ જતા મામલો બીચક્યો હતો. લોકોએ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
જો કે યુગલને ફરી આવુ નહીં કરવાની ચેતવણી આપી જવા દેવાયુ હતું. ઉમરેઠ સુંદલપુરા માર્ગો પર વૈષ્ણવોનું પવિત્ર એવું ગિરિરાજ ધામ આવેલું છે હાલ આ માર્ગ ઉપર આવેલ બેટરી ફાટક ઉપર રેલ્વેના ઓવરબ્રિજ નું કામ ચાલતું હોય તથા બપોરના સમયે કાળજાળ ગરમી પડતી હોય આ વિસ્તાર શું સામસામ હોય છે ત્યારે આજે બપોરે લગભગ પોણા ત્રણ કલાકે એક પ્રેમી યુવક યુવતી ગિરિરાજ ધામમાં પ્રવેશ કરે છે.
મંદિરના માણસોએ તેમને જણાવેલ કે બપોરનો સમય હોય હાલ દર્શન બંધ છે પણ આ વાત ન માનતા તેઓ ગિરિરાજ ધામના પર્વતના પગથિયા ઉપર બેસી વાતો કરવા મંડી જાય છે અને અચાનક જ પ્રેમ ના આવેશમાં આવી અશ્લીલ ચેનચાળા કરવાનું ચાલુ કરી દેતા રસ્તે અવરજવર કરતા લોકોનું ધ્યાન તેના ઉપર પડ્યું હતું અને વૈષ્ણવોના પવિત્ર એવા આ ભગવાનના ધામમાં આવું કૃત્ય કરવા બદલ તેમને ઠપકાર્યા હતા. આ ઘટનાની જાણ સામેના દુકાનદારો તથા આસપાસમાં રહીશોને થતા મોટા ટોળાએ પત્ર થવાના શરૂ થઈ ગયા હતા.
આ દરમિયાન યુવક તથા યુવતીએ ભાગવાની કોશિશ કરી અને લોકો દ્વારા તેમને પકડવામાં આવ્યા તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારે યુવક નડિયાદનો તથા યુવતી ઉમરેઠની હોવાનું બહાર આવ્યું હતું.