Home આણંદ ઇસ્માઇલનગર ઓવરબ્રિજ પાસેથી સામરખા ચોકડી સુધીના ૪૦થી વધુ ગેરકાયદે દબાણો પર જેસીબી...

ઇસ્માઇલનગર ઓવરબ્રિજ પાસેથી સામરખા ચોકડી સુધીના ૪૦થી વધુ ગેરકાયદે દબાણો પર જેસીબી ફર્યુ

7
0

આણંદ શહેર સહિત જિલ્લાને ગેરકાયદે દબાણમુકત કરવાની કલેકટર પ્રવિણ ચૌધરીની સૂચનાના પગલે સંલગj તંત્ર કાર્યરત બન્યા છે. જેમાં આણંદના ઇસ્માઇલ નગર ઓવર બ્રિજ પાસેથી સામરખા ચોકડી સુધીના આશરે ૧૪૦ દબાણકર્તાઓને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવી હતી. જેમાં મોટાભાગના લોકોએ સ્વેચ્છાએ ગતરોજ સુધીમાં દબાણો હટાવી લીધા હતા. જેનો નિયત સમય પૂરો થતા આજે તંત્ર દ્વારા ઓવરબ્રિજ પાસેથી સામરખા ચોકડી સુધીના ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, દબાણ હટાવ કામગીરી દરમ્યાન કોઇ વાંધા-વિરોધ કે ટોળા એકઠાં થઇને કામગીરી ન અટકાવે તે માટે નાયબ પોલીસ અધિક્ષક પંચાલ સહિત શહેર પીઆઇ ઝાલા અને જવાનોની ટીમ સાથે પ્રાંત અધિકારી મયુર પરમાર, શહેર મામલતદાર ચાર્મી રાવલ, માર્ગ-મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલ, સંબંધિત વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશમાં ૭ જેસીબી મશીન, ૭ ટ્રેકટર, ર હાઇડ્રોલિક ક્રેન, માર્ગ-મકાન અને આણંદ મનપાના કામદારોનો ઉપયોગ કરાયો હતો. જેમાં ઇસ્માઇલ નગર બ્રિજ ખાતેથી સામરખા ચોકડી સુધીના કાચા-પાકા દબાણો, લારી ગલ્લા, કમ્પાઉન્ડ વોલ સહિતના ૪૦થી વધુ દબાણો હટાવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here