સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ ની જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં ફોર્મ ભરવા અને માન્ય ફોર્મ ને ચૂંટણી જંગમાં નસીબ અજમાવવા ની પણ સ્પષ્ટતા થઈ ગઈ છે,તે વચ્ચે વાત કરવામાં આવેતો આણંદ જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયત ની ખાલી પડેલી બેઠકો પર ચૂંટણી જંગ જામ્યો છે તેવામાં આણંદ જિલ્લામાં બોરીયાવી,ઓડ, આંકલાવ નગરપાલિકા માં પૂર્ણ જોશમાં ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે.
તારીખ 7 ફેબ્રુઆરીના રોજ બોરીયાવી નગરપાલિકા ની ચૂંટણી પ્રચાર પ્રસાર માટેની જવાબદારી આણંદ શહેર સંગઠનને સોંપવામાં આવી હતી જેને લઈને આજરોજ પાર્ટી સંગઠનના સુનિલ શાહ મહામંત્રી, હોદ્દેદાર શ્રીઓ પૂર્વ કાઉન્સિલર શ્રી ઓ મોરચાના હોદ્દેદાર શ્રીઓ બુથ પ્રમુખશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રચાર પ્રસાર વખતે ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોજભાઈ મોગરીયા હાજર રહ્યા હતા અને પ્રચાર પ્રસારમાં જોડાયા હતા જેમાં તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ગ્રામજનો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યો હતો બોરીયાવી નગરપાલિકા માં ઉભેલા ઉમેદવાર ઉમેદવાર અને મહિલા કાર્યકરો એ પણ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો