Home Other આજે વરસાદની આગાહી …. તમારા જિલ્લામાં પડી શકે છે વરસાદ ….

આજે વરસાદની આગાહી …. તમારા જિલ્લામાં પડી શકે છે વરસાદ ….

110
0

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. કચ્છથી લઈને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામ સુધી સતત ચાર દિવસ વરસાદી માહોલ રહ્યો. જો તમે ચોમાસાની આશા લગાવીને બેઠા છો તો હાલ તમને નિરાશા મળશે. કારણ કે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ ગુજરાતમાં ચોમાસાના કોઈ એંધાણ નથી. અમદાવાદમાં આગામી સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.

કેરળમાં ચોમાસું બેસી ગયું છે. પરંતુ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસ્યુ નથી. અત્યાર સુધી જે વરસાદ હતો તે વાવાઝોડાની અસરને કારણે હતો. ત્યારે હવે ચોમાસા માટે હજી રાહ જોવી પડશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, અમદાવાદમાં હવે 24 જુન સુધી વરસાદ નહિવત રહેશે. ક્યાંક છુટોછવાયો વરસાદ આવે તેની શક્યતા છે. આ કારણે આગામી 4-5 દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તો સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર, અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ફરીથી 38 ડિગ્રી સુધી જઈ શકે છે. જોકે, અમદાવાદમાં આજે પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. તો ક્યાંક છુટાછવાયા ઝાપટા પડી શકે છે. રવિવારે અમદાવાદના વાતાવરણમાં ભેજનુ પ્રમાણ સવારે 85 ટકા અને સાંજે 55 ટકા હતું.

 હવામાન વિભાગે જણાવ્યું કે, આજે સોમવારે હજી પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠુ હતું. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે. ત્યારે હવે વાવાઝોડું લેન્ડફોલ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની એન્ટ્રીના એંધાણ છે. આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. તેઓએ જણાવ્યું છે કે, આગાણી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પોટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. તેથી દરમિયાન 17થી 20માં ચોમાસાનો વરસાદ આવવાની શક્યતા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here