Home કાલોલ આંતર રાજ્યના અલગ અલગ કુલ-૧૫ ગુન્હાઓમાં છેલ્લા ૩૭ વર્ષથી નાસતો ફરતો મોસ્ટ...

આંતર રાજ્યના અલગ અલગ કુલ-૧૫ ગુન્હાઓમાં છેલ્લા ૩૭ વર્ષથી નાસતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપીને વેજલપુર પોલીસે ઝડપી પાડયો

163
0

કાલોલ: 20 માર્ચ


પંચમહાલ જિલ્લા પોલીસની સુચના અનુસાર વેજલપુર પોલીસે હાઈવે સ્થિત કરેલી નાકાબંધી તથા વાહન ચેકિંગ દરમ્યાન મહારાષ્ટ્ર રાજ્યનો અલગ અલગ ૧૫ ગુન્હાઓમાં છેલ્લા ૩૭ વર્ષથી નાસતો ફરતો અને તાજેતરમાં મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ રાજસ્થાન તરફ ભાગી રહેલા એક મોસ્ટ વોન્ટેડ આરોપીને છેવટે વેજલપુર પોલીસે રવિવારે રાત્રીના સુમારે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર પાછલા એક બે દિવસોમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં થઇને રાજસ્થાન-મધ્યપ્રદેશ તરફ ભાગી રહેલા એક મોસ્ટ વોન્ટેડ આરોપી અંગે પંચમહાલ જિલ્લા પોલીસની સુચના અને માર્ગદર્શન મુજબ વર્ષ ૧૯૮૫માં મલબાર પોલીસ સ્ટેશન મુંબઈથી ૨૦૨૩ના ગુજરાત સુધીના વિવિધ ૧૫ ગુન્હાઓમાં સપડાયેલો હોય એવો એક મોસ્ટ વોન્ટેડ આરોપી આંતર રાજ્યોની પોલીસ પકડથી દુર રહીને નાસતો ફરતો હતો જે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરીને કોઈપણ પ્રકારના વાહનમાં વડોદરા હાલોલ થઈને મધ્યપ્રદેશ કે રાજસ્થાન તરફ જનાર છે તદ્ઉપરાંત એ આરોપીનો આઠ વર્ષ પહેલાના જુના ફોટાને આધારે શોધખોળ કરવાની માહિતી અને સુચનોને આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.ગોહિલે જરૂરી ‌પોલીસ સ્ટાફની ટીમ સાથે પાછલા ૩૭ વર્ષથી ત્રણ રાજ્યોની પોલીસને થાપ આપીને છુમંતર થઇ જતો હોવાથી યેનકેન પ્રકારે આરોપી નાસી જવાની શક્યતાઓ તથા આરોપી પોતાના બચાવ માટે કંઈપણ કરી શકે તેવી પુરેપુરી સંભાવનાઓ હોય તેવી તમામ બાબતો ધ્યાને લઇને વેજલપુર પોલીસે વ્યુહાત્મક વ્યુહરચના બનાવીને હાલોલ શામળાજી હાઇવે સ્થિત વેજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખડકી-બેઢિયા ટોલનાકા પર સઘન વાહન ચેકીંગ કરવા દરમ્યાન એક ખાનગી ફોરવ્હીલમાં બેસીને પસાર થતા આ અંદાજીત ૬૦ વર્ષિય મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો.
જે મોસ્ટ વોન્ટેડ આરોપીને વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે લાવીને વેજલપુર પોલીસ સ્ટાફ અને જિલ્લા એલ.સી.બી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન કરીને આરોપીની ઓળખ છતી કરતા એ મોસ્ટ વોન્ટેડ આરોપી નામે અનીલ ભગવાસદાસ જયસિંગાનિયા (રહે. ઉલ્હાસનગર, જી.થાણા, મહારાષ્ટ્ર) પકડાયો હતો. જેની પુછપરછ કરતા તેને ખુનની કોશીશ, ખંડણી વસુલવી, ગેરકાયદેસર હથિયાર રાખવા, મારામારી કરવી, ખોટા દસ્તાવેજો બનાવવા, ગુનાહીત કાવતરૂ રચવું તેમજ અન્ય સ્પેશીયલ ઍક્ટ સહિતના મહારાષ્ટ્ર રાજ્યના કુલ ૧૨ ગુન્હાઓ, ગોવા રાજ્યનો કુલ-૦૧ ગુન્હો અને ગુજરાત રાજ્યના કુલ-૦૨ ગુન્હાઓ અંગે આરોપીએ ગુન્હાઓની કબુલાત કરેલ હોવાનું ‌વેજલપુર પોલીસે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલા ૩૭ વર્ષથી ત્રણ રાજ્યોની પોલીસને થાપ આપીને નાસતો ફરતો આ મોસ્ટ વોન્ટેડ આરોપી તાજેતરમાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં થઇને રાજસ્થાન- મધ્યપ્રદેશ તરફ ભાગી જતો હોવાની બાતમીને આધારે મુંબઈ પોલીસ પણ આરોપીનો સતત પીછો કરતી પાછળ આવી ગયેલ હોવાથી અંતે પંચમહાલ પોલીસે પરપ્રાંતિય આરોપીને સોંપવાની જરુરી કાર્યવાહીને અંતે આરોપી અનીલ ભગવાસદાસ જયસિંગાનિયાને મુંબઈ પોલીસને હવાલે કરતા મુંબઈ પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

અહેવાલ :મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here