આંકલાવ : 4 ડિસેમ્બર
આસોદર ખાતે ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા આંકલાવ વિધાનસભાના ઉમેદવાર ગુલાબસિંહ પઢીયારના સમર્થનમાં જાહેર સભા યોજવામાં આવી આસોદર ખાતે ગુલાબસિંહ પઢીયાર ને જુના બસ સ્ટેન્ડ થી બગીમાં બેસાડી ને રેલી સ્વરૂપે સભા સ્થળ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભાઈઓ તથા બહેનો આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ત્યારબાદ
આ જાહેર સભામાં આસોદર અને આજુબાજુના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં જન્મમેદની હિતુ કનોડિયાને એક ઝલક પામવા માટે ઉમટી પડી હતી અને હિતુ કનોડિયા પોતાના આગવા અંદાજમાં જ જનતાને ઉત્સાહ અને આનંદ વધારે હતો તથા ગુલાબસિંહ પઢિયારને આ વખતે જંગી બહુમતોથી જીતાડવાના અને કમળના બટનને દબાવીને વધારેમાં વધારે વોટ આપીને વિજય બનાવો તથા ગુજરાતમાં ભાજપની સરકાર પોતાનો જ રેકોર્ડ તોડશે તેવું પણ જણાવવામાં આવ્યું
આ જાહેર સભામાં આણંદ સંસદ મિતેશભાઈ પટેલ ગુલાબસિંહ પઢિયાર વિશાલભાઈ પટેલ લક્ષ્મણસિંહ જાદવ દિનેશભાઈ પઢિયાર સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા