Home આણંદ અમૂલ ડેરીની સિધ્ધિમાં વધારો … આંધ્રપ્રદેશ ખાતે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાની...

અમૂલ ડેરીની સિધ્ધિમાં વધારો … આંધ્રપ્રદેશ ખાતે દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાની પહેલ…

145
0

અમૂલ ડેરી,  ભારતની અગ્રણી સહકારી ડેરી, આંધ્રપ્રદેશમાં આંધ્રપ્રદેશ ડેરી ડેવલપમેન્ટ કો-ઓપરેટિવ ફેડરેશન લિમિટેડના ચિત્તૂર ડેરી પ્લાન્ટનું પુનરુત્થાન કરી દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કરવાની પહેલ કરેલ છે. 4 જુલાઈ, 2023ના રોજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડી, GCMMF ના ચેરમેન શ્યામલભાઈ પટેલ અને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા અને અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ પણ હાજર રહ્યા હતા.

વર્ષ ૨૦૨૦થી અમૂલ ડેરી દ્વારા આંધ્રપ્રદેશ ખાતે દૂધ સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે જે અંતર્ગત પ્રતિદિન અંદાજિત 1 લાખ લિટરથી વધુ દૂધ સંપાદન કરવામાં આવે છે. ચિત્તૂર ડેરીના પુનરુત્થાન તરફની સફર ઓગસ્ટ 2022માં શરૂ થઈ ત્યારે આંધ્રપ્રદેશ સરકારે અમૂલ ડેરીના નિયામક મંડળના સભ્યોઓને ચિત્તૂર જિલ્લામાં બંધ ચિત્તૂર ડેરી પ્લાન્ટની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. કાળજીપૂર્વક તપાસ અને ચર્ચાઓ કર્યા પછી, અમુલ ડેરીએ બંધ પ્લાન્ટની જમીન આંધ્રપ્રદેશ ડેરી ડેવલપમેન્ટ કો-ઓપરેટિવ ફેડરેશન લિમિટેડ પાસેથી GCMMF મારફતે હસ્તગત કરવાની પહેલ કરી. ત્યારબાદ આંધ્રપ્રદેશ રાજ્ય સરકારના કેબિનેટ તથા મુખ્યમંત્રીએ ચિત્તૂર ડેરી પ્લાન્ટને 99 વર્ષના સમયગાળા માટે GCMMF(અમૂલ)ને લીઝ પર આપવાની મંજૂરી આપી હતી.

વધુમાં અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ  જણાવ્યુ કે આંધ્રપ્રદેશ ડેરી ડેવલપમેન્ટ કો-ઓપરેટિવ ફેડરેશન લિમિટેડ અને GCMMF વચ્ચેના નક્કી કરાર મુજબ અમૂલ ડેરીએ લીઝ ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યાના 10 મહિનાની અંદર ઉત્પાદન શરૂ કરવાનું રહેશે. ચિત્તૂર ડેરી પ્લાન્ટની જમીન, આશરે 27.5 એકર, અમૂલને લીઝ પર આપવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર અને અમૂલ વચ્ચેનો આ સહયોગ આંધ્રપ્રદેશમાં સહકારી ડેરીઓને પુનઃ જીવિત કરવા અને મજબૂત કરવા માટે તૈયાર છે, જે આખરે રાજ્યની મહિલા ડેરી ખેડૂતોને ફાયદો પહોંચાડશે, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડી તથા સમગ્ર રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને ગ્રામીણ ડેરી વિકાસ માટેની શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here