Home પ્રસાશન ૬૦૦ આદિવાસી બહેનોને શાકભાજીના બિયારણનું અંબાજીમાં વિતરણ..

૬૦૦ આદિવાસી બહેનોને શાકભાજીના બિયારણનું અંબાજીમાં વિતરણ..

211
0

અંબાજી:૭ જાન્યુઆરી


શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે આદિજાતિ વિસ્તારની ૬૦૦ જેટલી આદિવાસી બહેનોને શાકભાજીના બિયારણનું વિતરણ કરવામાં આવ્યું હતુ.


અંબાજી મંદિર પરિસરમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાની ૬૦૦ બહેનોને રીંગણ, ગવાર, દૂધી, ટામેટા, ચોળી, લાંબા કાલંગડા, કાકડી, ભીંડાનું બિયારણ એક એકર જેટલી જમીનમાં વાવી શકે અને દિવસના ૪ ટોપલાં જેટલી શાકભાજી વેચી આર્થિક રીતે પગભર થઇ શકે તે માટે સંશોધિત અને હાઈબ્રીડ બિયારણ નયન સિડ્સના યશવંતભાઈ પટેલના આર્થિક સહયોગથી આપવામાં આવ્યા હતા. પાલનપુર રોટરી કલબના સહયોગથી જનજાતિ સમાજના ૨૯ ગામની બહેનોને તેમના પોતાના ગામમાં જ સેનેટરી નેપકીન પેડ નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થાની આજથી શરૂઆત કરવામાં આવી હતી.

અંબાજી ટ્રસ્ટનાચેરમેન & કલેકટર આનંદ પટેલના હસ્તે કરાયું વિતરણ…

અહેવાલ :અલકેશ સિંહ ગઢવી,અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here