ગુજરાત : 30 ડિસેમ્બર
PM મોદીના માતા હીરાબા દેવલોક પામ્યા, હીરાબાના નિધનથી વડનગરમાં શોક.
PM મોદીના માતા હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થશે, હીરાબાના નશ્વરદેહને રાયસણ લાવાશે
પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપી હતી. તેમણે લખ્યું – એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામાં, મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
હીરાબા શ્વાસની તકલીફને કારણે મંગળવારથી હોસ્પિટલમાં દાખલ હતાં.
હીરાબેનની તબિયત બે દિવસ પહેલા બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદી પણ તેમને જોવા અમદાવાદ ગયા હતા.