Home દેશ સોનાના ભાવમાં મોટો કડાકો ….

સોનાના ભાવમાં મોટો કડાકો ….

133
0

કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત વધારા ઘટાડાના કારણે સોનાના ભાવમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ કાલે સોના અને ચાંદીના ભાવમાં કડાકાનો માહોલ હતો પણ સાંજે પાછો ભાવમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે પાછો કડાકો જોવા મળી રહ્યો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઈટ મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ ગઈ કાલે 60,096 રૂપિયાની સપાટીએ બંધ થયા હતા. જે આજે બજાર ખુલતા જ 458 રૂપિયા ઘટીને 59,570 ના સ્તરે પહોંચી ગયા છે. બીજી બાજુ 995 પ્યોરિટીવાળું ગોલ્ડ પણ 457 રૂપિયા ઘટીને 59,331ના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 420 રૂપિયા ઘટીને 54566ના સ્તરે પહોંચ્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં પ્રતિ કિલો 74 રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળ્યો છે અને હાલ ભાવ 71750 રૂપિયા પ્રતિ કિલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here