Home પ્રસાશન સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની બેઠક...

સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની બેઠક યોજાઈ

145
0
સુરેન્દ્રનગર : 12 ફેબ્રુઆરી

સુરેન્દ્રનગર શહેરમાં નવા સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચારના હોદેદારો અને આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ચેહરભાઈ દેશાઈ, ગુજરાત પ્રદેશ મહામંત્રી ધિરેનભાઈ શુકલ, મંત્રી મીતાબેન કડ, કોમલબેન સંઘવી, સુરેન્દ્રનગર જિલ્લા મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન શુકલ સહિતના હોદેદારો અને આગેવાનોની ઉપસ્થિતમાં ખાસ પધારેલા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય દ્વારા પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં આગામી 2024 ની ચુંટણીમાં નરેન્દ્ર મોદી સાહેબને મજબૂત કરવા અને તેમના વિચારો લઈને લોકો સમક્ષ મુકવા કાર્યકરોને અપીલ કરી હતી તેમજ આગામી આવનાર ચુંટણી એજન્ડા અને વર્ષ 2024 ની ચુંટણીમાં નરેન્દ્ર મોદીને મજબૂત બનાવવા ઉપર ભાર મુકી તલસ્પર્શી ચર્ચા કરી હતી તેમજ આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચમાં નવા નિમણૂક કરાયેલા હોદેદારો અને કાર્યકરો સહિત આગેવાનોને ફૂલહાર પહેરાવી સાલ ઓઢાડી પુષ્પગુચ્છ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સુરેન્દ્રનગર ખાસ પધારેલા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય બુદ્ધિજીવી રાજકારણમાં ચાણક્યનું બિરૂદ પામેલા આગેવાન ખાસ સુરેન્દ્રનગરમાં પધાર્યા હતા. અને નરેન્દ્ર મોદી સાહેબના વિચારો વિશે ચર્ચાઓ કરી હતી.

સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની બેઠક યોજાઈ
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની બેઠક યોજાઈ

-Trending Gujarat

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here