Home Other સી.યુ.શાહ નર્સિંગ કોલેજમાં પરિણામ અને સર્ટિફિકેટ અટકાવી ફી ભરવા દબાણ કરાતું હોવાથી...

સી.યુ.શાહ નર્સિંગ કોલેજમાં પરિણામ અને સર્ટિફિકેટ અટકાવી ફી ભરવા દબાણ કરાતું હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ!

233
0

સુરેન્દ્રનગર: ૭ જાન્યુઆરી


સુરેન્દ્રનગરના વઢવાણ નજીક આવેલી ખાનગી યુનિવર્સિટી અંતર્ગતની ખાનગી કોલેજ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એડમિશન સમયે ફ્રીશિપ કાર્ડ માન્ય રાખી પ્રવેશ આપ્યા બાદ અભ્યાસ પૂર્ણ થયા બાદ પરિણામ અને સર્ટિફિકેટ અટકાવી ફી ભરવા માટે દબાણ કરવામાં આવતું હોવાથી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. તે અંગે વિદ્યાર્થીઓએ લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્યને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

સી.યુ.શાહ યુનિવર્સિટી અંતર્ગતની સી.યુ.શાહ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજમાં 6 વિદ્યાર્થીઓએ GNM નર્સિંગ કોર્સમાં 2018માં એડમિશન લીધું હતું. તે સમયે ફ્રીશિપ કાર્ડ પણ સ્વીકારવામાં આવ્યા બાદ અભ્યાસ પૂર્ણ થતાં પરિણામ અને સર્ટિફિકેટ અટકાવી ફી ભરવા દબાણ કરવામાં આવતા લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી લખતરની મુલાકાતે હતા. તે દરમિયાન સુરેન્દ્રનગર, લખતર તાલુકાના વિદ્યાર્થીઓએ ધારાસભ્યને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ કોલેજના 6 વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમે 2018માં એડમિશન લીધું તે સમયે ફ્રીશિપ કાર્ડ સ્વીકારવામાં આવ્યું હતું અને ફી ભરવી નહિ પડે તેવું પણ જણાવ્યું હતું. પરંતુ અત્યારે અમારો અભ્યાસ પૂર્ણ થયો અને પરિણામ આવ્યા બાદ અમને પરિણામ અને સર્ટિફિકેટ અટકાવી પ્રથમ ફી ભરવા દબાણ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here