Home આસ્થા સિંગર હિમેશ રેશમિયા સાળંગપુર કષ્ટભંજન દાદાના કર્યા દર્શન ….

સિંગર હિમેશ રેશમિયા સાળંગપુર કષ્ટભંજન દાદાના કર્યા દર્શન ….

160
0

પ્રખ્યાત સિંગર સંગીતકાર અને ગાયક હિમેશ રેશમિયા વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા પરિવાર સાથે પહોંચ્યા હતા. જ્યાં મંદિરના કોઠારીએ તેમને મોમેન્ટ આપી 54 ફૂટ મૂર્તિના દર્શન કરાવ્યા હતા.

બોટાદના બરવાળા તાલુકાના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ખાતે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર હિમેશ રેશમિયાએ કષ્ટભંજન હનુમાન દાદાના ચરણમાં શીશ ઝુંકાવ્યું હતું. જ્યાં મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ તેમને દાદાની મૂર્તિ તેમજ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે દાદાના દર્શન પોતાના પરિવાર સાથે કર્યા હતા. સાળંગપુરમાં હનુમાનજી દાદાની 54 ફૂટની મૂર્તિના દર્શન પણ કર્યા હતા. ત્યારે અગાઉ 16 માર્ચ 2022ના રોજ હિમેશ રેશમિયા પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here