Home ક્ચ્છ સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20...

સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાના વધારાની જાહેરાત

87
0

કચ્છ : 22 માર્ચ


કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી અને 780 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે પશુપાલકોને પ્રતિ લિટર 7 ફેટના દૂધના રૂપિયા 1.40 પૈસા પ્રતિ લિટર વધારે મળતા થશે જે પ્રતિ લિટર 54.60 રૂપિયા જેટલી થાય છે. તે ઉપરાંત ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ ભાવફેર અલગથી મળવા પાત્ર છે.

ઉપર મુજબ 20 રૂપિયાનો પ્રતિ કિલો ફેટનો વધારો થઈ અને ભાવો 780 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયા છે જેનાથી પશુપાલકોને માસિક 2.25 કરોડ રૂપિયા વધારે મળશે અને સરહદ ડેરીને ભારણ પડશે. આ ભાવો આગામી ૧ એપ્રિલથી લાગુ થશે.

આ બાબતે સરહદ ડેરીના ચેરમેનશ્રી અને અમૂલ GCMMF ના વાઇસ ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે ગત તારીખ 21/03/2022 ના રોજ નવા પ્લાન્ટ ખાતે દૂધ સંઘના નિયામક મંડળની તેમજ મંડળીઓની સહકાર સમિતિની બેઠક મળી હતી જેમાં સમિતિના સભ્યો દ્વારા દૂધના ભાવો વધારવા માટે રજૂઆત કરી હતી અને જે પશુપાલકોની માંગણી ધ્યાને લઈ અને સરહદ ડેરી 20 રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવો વધારી અને પશુપાલકોના હિતનો નિર્ણય કરવામાં આવેલ છે આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી ૧ તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવેલ છે.

ઉનાળાની સિઝનમાં પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી આપણાં વિસ્તારમાં પડતી હોય છે જે ધ્યાને લઈ અને ભાવ વધારો કરવામાં આવેલ છે તેમજ તમામ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તા વાળું તેમજ વ્યાજબી ભાવો વાળું દાણ પશુને ખવડાવાનો આગ્રહ રાખીએ.

અહેવાલ : પ્રતિનિધિ
Previous articleછોટાઉદેપુર ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું
Next articleઘોઘંબા તાલુકાના કાટું ગામે ખેતરમાં ઉગાડેલા ગાંજા ના છોડ સાથે એક આરોપી ની ધરપકડ કરતી પંચમહાલ એસ. ઓ.જી પોલીસ ની ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here