Home બોલીવુડ શનિ દેઓલના પુત્ર કરણના થયા લગ્ન … શનિ દેઓલે કર્યો જબરદસ્ત ડાન્સ...

શનિ દેઓલના પુત્ર કરણના થયા લગ્ન … શનિ દેઓલે કર્યો જબરદસ્ત ડાન્સ ….

155
0

શની દેઓલના પુત્ર કરણ દેઓલે તેની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે સાત ફેરા લઇ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ત્યારે લગ્નની ઉજવણીના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જ્યાં સુપરસ્ટાર ધર્મેન્દ્ર, અભિનેતા સની દેઓલ અને બોબી દેઓલ વીડિયોમાં સાથે દેખાયા હતા. આ દરમિયાન ધર્મેન્દ્રએ તેમના પૌત્રના લગ્નમાં પણ ડાન્સ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ થઇ હતી. લગ્ન પહેલાં કરણ દેઓલની સંગીત સેરેમની 17 જૂને મુંબઈના તાજ લેન્ડ એન્ડમાં થઈ હતી. જ્યાં તેના પિતા શનિ દેઓલે 66 વર્ષની ઉંમરે જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તેણે તેની ફિલ્મ ગદરના સુપરહિટ ગીત મૈં નિકલા ગદ્દી લેકે પર સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. આ સમારોહનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here