Home અંબાજી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો

174
0
અંબાજી :  18 એપ્રિલ

ગુજરાતની મુલાકાતે પધારેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો.
ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત દરમિયાન રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં હાંસલ કરેલ સિધ્ધિઓ, ટેકનોલોજીની દ્રષ્ટિએ આવેલ અમૂલ પરિવર્તન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ગુજરાતમાં થયેલ પ્રગતિશીલ કાર્યો, સ્કૂલ ઓફ એકન્સલન્સ, મોનીટરીંગ સિસ્ટમ વગેરેનું વડાપ્રધાનશ્રીએ નિરીક્ષણ કર્યું હતુ.


આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ બનાસકાંઠા, તાપી અને કચ્છ જિલ્લાના બાળકો તથા શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
જેમાં બનાસકાંઠાના દાંતા તાલુકાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેતવાસ (અંબાજી) ખાતે ખેરોજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રાજશ્રીબેન પટેલ અને ધોરણ-૭ ની વિદ્યાર્થીની અસરુફાબેન યુનુસભાઇ તથા સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી જયેશભાઇ પટેલ સાથે વડાપ્રધાનશ્રીએ દિક્ષા પોર્ટલ, કોરોના કાળમાં ડિજીટલ શિક્ષણ અને બાળકોની અભ્યાસમાં રસ-રુચિ અંગે વાર્તાલાપ કર્યો હતો. જેમાં આરાસુરી બી. ડી. કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા.


આ પ્રસંગે જેતવાસ- અંબાજી ખાતે બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ર્ડા. નરેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર સહિત અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ કાર્યક્રમનું જીવંત પ્રસા૨ણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાયસેગ મારફતે, ટેલીવિઝનમાં દૂરદર્શન મારફતે તથા યુ- ટ્યૂબ મારફતે જિલ્લાના શિક્ષકો વિદ્યાર્થીઓ, વાલીઓ અને એસ.એમ.સીના સભ્યોએ નિહાળ્યું હતુ.

અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here