Home Other લો… મોંઘવારીનો વધુ એક માર !!!!! ….. ST બસની સવારી મોંઘી થઇ...

લો… મોંઘવારીનો વધુ એક માર !!!!! ….. ST બસની સવારી મોંઘી થઇ ….

163
0

મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. વહેલી સવારે ઉઠીને મોબાઇલ કે છાપુ વાંચીએ એટલે તરત જ જોવા મળે છે. આ વસ્તુના ભાવમાં વધારો થઇ ગયો… !!!! લોકો મોંઘવારીનો માર વધુને વધુ સહન કરી રહ્યા છે તો ફરી એકવાર ગુજરાતીઓને મોંઘવારી નડશે. વાત કરીએ છીએ ST બસની. રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષ બાદ ST બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં બસના ભાડામાં 25 ટકાનો વધારો થયો છે. જે 1 ઓગસ્ટ એટલે કે આજથી ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે હવેથી લોકલ બસમાં પ્રતિ કિલોમીટરે 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા છે તો એક્સપ્રેસ બસમાં પ્રતિ કિલોમીટરે 85 પૈસા ભાડું લેવાશે. તેમજ નોન AC સ્લીપર બસમાં 62ની જગ્યાએ 77 પૈસા મુસાફરોએ ચૂકવવા પડશે.

કેમ કરાયો ભાવ વધારો 
GSRTCએ બસના ભાડામાં વધારો કરતા હવે મુસાફરોએ ST બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે. વર્ષ 2014 પછી અત્યારસુધી ભાડામાં વધારો ન કરતા હવે 1 ઓગસ્ટથી બસના ભાડામાં વધારો ઝીંકવામાં આવ્યો છે. રાજ્યમાં દરરોજ 8 હજાર જેટલી બસ દોડે છે અને તેમાં 10 લાખથી વધુ લોકો મુસાફરી કરે છે. ભાડા વધારો થતાં ગુજરાતવાસીઓમાં ઘણાં પ્રશ્વો થતાં સરકારે ભાડામાં વધારા માટે વિવિધ કારણો આપ્યા છે. જેમાં નવી બસોનું સંચાલન, ભરતી, બસ સ્ટોપ બનાવવા, નવી ટેક્નોલોજી પાછળ થતા ખર્ચ વગેરેને બતાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ ST બસના ભાડા વધારા પર આક્ષેપ કરી રહી છે.  1 ઓગસ્ટ થી STમાં મુસાફરી કરવી મોંઘી પડવાની છે. મુસાફરોએ ST બસમાં સવારી કરવા માટે 25 ટકા વધુ ભાડું ચૂકવવું પડશે. 10 વર્ષ બાદ GSRTC દ્વારા બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જેની દૈનિક મુસાફરી કરતા મુસાફરોના બજેટ ઉપર અસર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here