Home પાટણ માલજીભાઈ દેસાઈનું ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર મંડળ...

માલજીભાઈ દેસાઈનું ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર મંડળ દ્વારા કરાયુ સન્માન …..

20
0
પાટણ : 13 ફેબ્રુઆરી

ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના પૂર્વ ચેરમેન માલજીભાઈ દેસાઈ ને ભારત સરકાર દ્વારા સન્માનનીય પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ તે બદલ ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ ના નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર મંડળ દ્વારા માલજીભાઈ દેસાઈ નું ઝીલીયા ગાંધી આશ્રમ ખાતે શાલ અને સુતરની આંટી થી સન્માન કરવામાં આવ્યું તેઓનું માર્ગદર્શન મળતું રહે તથા જીવન સ્વસ્થ નિરોગી રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આજના સન્માન પ્રસંગે નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર મંડળ દ્વારા જણાવાયું હતું કે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ ગાંધીનગર માં ચેરમેન તરીકે નવ વર્ષ સુધી પોતાની સેવા આપી આ કાર્યકાળ દરમિયાન તેમણે સમગ્ર ગુજરાત સાથે ઉત્તર ગુજરાતને પાણી પૂરું પાડ્યું અને જળક્રાંતિની શરૂઆત કરીને જગતના તાત ખેડૂતને પાણી પૂરું પાડ્યું હતું.તથા નિગમના દરેક કર્મચારીઓ સાથે નિખાલસ રૂપે મળતા અને નિગમ કર્મચારીઓને લગતા પ્રશ્નોને તાત્કાલિક અસરથી નિરાકરણ કરતા હતા. માલજીભાઈ દેસાઈ નિગમ ના કર્મચારીઓના આજે પણ આદર્શ છે

જ્યારે તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો તે બદલ અમો નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર મંડળ કર્મચારીઓ ખૂબ જ ખુશી અને હર્ષની લાગણી અને ગર્વ અનુભવીએ છીએ.

આજના સન્માન કાર્યક્રમમાં ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમના નિવૃત્ત અધિક મદદનીશ ઈજનેર મંડળ ના પ્રમુખ રાજેશ પંડિત, ઉપપ્રમુખ દત્ત સોલંકી, પૂર્વ મહામંત્રી યુ. જે. ભટ્ટ, બી. બી. રબારી સભ્યો હાજર રહ્યા હતા.

અહેવાલ :  ભાવેશ, પાટણ
Previous articleશ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર એસ.જે ચાવડા સાહેબ ની બદલી થતાં વિદાઈ સમારંભ યોજાયો….
Next articleપાટણ 108 એમ્બ્યુલન્સની ઉમદા કામગીરી….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here