Home ક્ચ્છ ભુજમાં મહિલાઓ માટે યોજાયો સ્કિન પ્રોડકટ સેમિનાર…

ભુજમાં મહિલાઓ માટે યોજાયો સ્કિન પ્રોડકટ સેમિનાર…

134
0
ભુજ: ૭ જાન્યુઆરી

આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પાસે સમય જ નથી!પોતાની ત્વચાના સાચવવા માટે માર્કેટમાં જે પણ સુંદરતાને લઈને પ્રોડક્ટ મળે તે લઈ લે છે!, પણ તે ખરેખર યોગ્ય હોય છે? આવા સવાલો ઉભા થતા હોય છે…પણ આ બધી બાબતોને ધ્યાને લઈને ત્વચાને નુકસાન ન થાય તેવી પ્રોડક્ટ તત્વમ દ્વારા બનાવવા માં આવી  છે, તત્વમ દ્વારા રો-એલીમેન્ટના નેજા તળે પ્રોડકટ બજાર માં આવી રહી છે.જેમાં ત્વચાને લગતી તમામ બાબતોને ધ્યાને રાખવામાં આવી છે,આજે આ પ્રોડક્ટ સમગ્ર વિશ્વમાં પહોંચી રહી છે,કંપની ની જે પ્રોડક્શ નું  ગ્રાહક બહેનો ઉપયોગ કરે છે તે બહેનો દ્વારા વખાણવ માં આવી રહી છે,કંપની દ્વારા ત્વચા માટે 62 જેટલી ક્વોલીટી પ્રોડક્ટ બજાર માં  ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે નજીકના દિવસોમાં આ પ્રોડકટ વધીને 76 પર પહોચશે તેવું કંપની દ્વારા જણાવવામાં આવી રહ્યું છે!,આજે ભુજ ખાતે કંપની દ્વારા મહિલાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર હેનીલ વિશારિયા,ડિમ્પલ વીસારિયા,ભુજના ડિસ્ટ્રીબ્યુટર સબીરભાઈના હસ્તે કરાવીને શુભ શરૂઆત કરવામાં આવી હતી.

આ તકે ભુજ ઉપરાંત આસપાસના ગામોમાંથી બહેનો ઉપસ્થિત રહી હતી.કંપની દ્વારા સેનેટરી પેડ,પેન્ટી લાઈનર, હેર ઓઇલ,હર્બલ હેર પેક,મુલતાની માટી,બાથ શોપ, હર્બલ શોપ,ફેસિયલ કીટ,એલોવેરા જેલ,ફેસ સ્ક્રબ, ક્રિમ,સહિતની સ્કિનને લગતી પ્રોડકટ બનાવાય છે,મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામના વતની અને હાલમાં મુંબઇ ખાતે રહેતા હેનીલ લક્ષ્મીચંદ વિસારિયાએ જણાવ્યું હતું કે અમારી કંપનીનો ઉદેશય વધુમાં વધુ બહેનોને અમારા દ્વારા રોજગારી મળી શકે,અત્યાર સુધી અનેક પ્રોડક્ટ બનાવાઈ છે.કંપનીના ડિમ્પલબેન વિસારિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના દરેક સ્થળોએ અમે બહેનોને રોજગારી આપીએ છીએ.આજે યોજાયેલા સેમિનારમાં નિઃશુલ્ક બહેનોને ત્વચા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સેમિનારમાં લાઈવ ડેમો દ્વારા કઇ રીતે ત્વચાની જાળવણી કરવી તે સમજાવવામાં આવ્યું હતું.સેમિનારમાં આવનાર તમામ બહેનોને ફેસિયલ કીટ આપવામાં આવી હતી.કોઈપણ સ્થળે બહેનોને રોજગારી જોઈએ તો અમારી કંપની તેમને રોજગારી અપાવસે.તેવું કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર હેનીલ વિશારિયાએ જણાવ્યું હતું.આજે સેમિનારમાં આવેલા સીમાબેન પટેલે જણાવ્યું હતું કે કંપનીની પ્રોડક્ટ તેઓ ઉપયોગ કરે છે જે સ્કિનને નુકશાન કરતા નથી,દરેક બહેનો તત્વમ પ્રોડકટ ઉપયોગ કરે તેવું તેમણે અપીલ થાકી જણાવ્યું હતું.

રિપોર્ટ.કૌશિક છાયા.(કચ્છ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here