બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંતો-મહંતો, ધંધુકાના ધારાસભ્ય, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ, બોટાદ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. કેન્દ્રીય મંત્રી અમિત શાહના બોટાદ પ્રવાસથી બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.