પાટણ: ૮ જાન્યુઆરી
સરકાર દ્વારા કોના સામે બાળકો સુરક્ષિત રહે તે માટે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોરોના રસી આપવાની શરૂઆત કરી છે ત્યારે શહેરની બીડી સાર્વજનિક વિદ્યાલય ના વિદ્યાર્થીઓએ ‘રસી લો હસી લો’ ની માનવ સાંકળ રચી જિલ્લાના વિદ્યાર્થીઓને રસી લેવાનો સંદેશો આપ્યો હતો.
સમગ્ર જિલ્લાનું ઉદ્ઘાટન આ શાળામાં થી માન્ય કલેક્ટર દ્વારા કરાવેલ ત્યારે આ કાર્યક્રમ ને ઉત્સવ થી વધાવીને બાળકો એ રસી લીધી હતી ત્યારબાદ માનવ સાંકળ ની રચના કરી અને જિલ્લા ના તમામ વિધાર્થીઓ ને સંદેશ આપતો હતો કે રસી લો અને હસી લો સાથે તમામ બાળકો ને પ્રોત્સાહન પૂરું પડેલ તેમજ શાળા ના વડા ડો બી આર દેસાઈ જણાવેલ કે અમારી શાળા કુલ ૭૩૫ બાળકો રસી લીધી હતી અને તમામ સ્વાસ્થ્ય સારુ રહેલ છે તો તમામ બાળકો આ બાબતે જજાગૃત થાય તે માટે સંદેશ આપ્યો હતો .