Home ક્ચ્છ પ્રાકૃતિક ખેતી દ્વારા આવનારી પેઢીને સુરક્ષિત બનાવીએ – માન.રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી દ્વારા આવનારી પેઢીને સુરક્ષિત બનાવીએ – માન.રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

98
0
કચ્છ : 10 ફેબ્રુઆરી

ICAR અને અટારી પુના દ્વારા તેમજ રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા આયોજિત ચિંતન શિબિર કાર્યક્રમોને સંયુક્ત રીતે સંબોધન કરતા માનનીય રાજ્યપાલશ્રી.

જમીનના પોષકતત્વો તેમજ મિત્ર કીટકોના
સંવર્ધન માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય છે

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ તેમજ અટારી પુના દ્વારા “સ્વસ્થ રાષ્ટ્ર માટે પ્રાકૃતિક ખેતી” વિષય પર તેમજ ગુજરાત રાજયના સહકાર વિભાગ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ચિંતન શિબિરના સંયુકત કાર્યક્રમોને મુખ્ય અતિથિપદેથી કચ્છ જિલ્લાના ભુજ ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન કરતા ગુજરાતના માન.રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તેમજ તેનું મહત્વ વર્ણવતા જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીન વધુને વધુ બિનુપજાઉ અને ઝેરી બનતી જાય છે તેમજ જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ ઘટતું જાય છે. તેમણે જણાવ્યું હતુ કે ભારતની આબોહવા તેમજ અહીંની કૃષિ પદ્ધતિ અનુસાર જૈવિક ખેતી પદ્ધતિ પણ વધુ માફક આવતી નથી જેના વિકલ્પ તરીકે પ્રાકૃતિક ખેતી સર્વશ્રેષ્ઠ સાબીત થઈ શકે છે.
જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં થતાં ધાન્ય પાકોને નાઇટ્રોજનની વધુમાં વધુ જરૂરિયાત રહે છે જે પ્રાકૃતિક ખેતી ના ઉપયોગથી મળી રહે છે. આ પદ્ધતિથી રાસાયણિક પદ્ધતિ જેટલું જ ઉત્પાદન મળી રહે છે એટલું જ નહિ જમીનમાં પોષક તત્વોમાં અને મિત્ર કિટકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાય છે જેના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતા વધે છે.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરવાથી થતાં અનેક ફાયદાઓનું વર્ણન કરી ખેડૂતોને પ્રાકૃતિક ખેત પદ્ધતિ સ્વીકારવા અનુરોધ કરતા જણાવ્યું કે, આજે રાસાયણિક ખેતીના દુષ્પરિણામોનાં કારણે લોકો અનેક રોગના ભોગ બની રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ અનિવાર્ય બન્યું છે. પ્રાકૃતિક ખેતીથી જળ, જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને તેમણે જણાવ્યુ હતુ કે ભારતીય દેશી ગૌવંશની કાંકરેજ અને ગીર ગાયના છાણ તેમજ ગૌમૂત્રના ઉપયોગની સમજ તેમજ પાંચ દિવસમાં જીવામૃત અને ઘન જીવામૃત ખાતર તૈયાર કરવાની પદ્ધતિ પણ ત્રણ રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોને સમજાવીને પ્રાકૃતિક ખેતી થકી આર્થિક રીતે સદ્ધર બની ખેડૂતોની આવક બમણી કરવાનાં સપનાંને સાકાર કરી શકાશે તેવું રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.


આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આવનારી પેઢીને ઝેરી રસાયણ યુક્ત જમીન આપવી છે કે ઉપજાઉ જમીન તે આપણા ઉપર નિર્ભર કરે છે ઉત્તરોત્તર વધતી બીમારીઓથી બચવું હશે અને આવક પણ વધારવી હશે તો પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને વેગ મળે અને ખેડૂતો પ્રકૃતિના સંવર્ધનની સાથે પોતાની આવક બમણી કરી શકે તે હેતુસર પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવામાં આવી રહ્યું છે.


અમદાવાદ ખાતે યોજાયેલ ચિંતન શિબિર માં વિશેષ ઉપસ્થિત સહકાર રાજયમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડુતોને નફો કેવી રીતે બમણો થાય તે અંગે માહિતી આપી હતી પ્રાકૃતિક ખેતી એ સાબિત કરી બતાવ્યુ છે અને રાજ્યનાં ગામડે ગામડે નેચરલ ફાર્મની સ્થાપના થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
કાર્યક્રમની આભાર વિધિ નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. ટીંબડીયાએ કરી હતી.
આ પ્રસંગે કૃષિ મહાનિદર્શક ડો.એ.કે.સિંહ, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ઝેડ પી પટેલ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના ૮૨ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કે.વી.કે.ના વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

હીન્દુ યુવા સંગઠન ના કાર્યકરો દ્વારા રસ્તા રોકો આંદોલન ની શરૂઆત સાથે જ પોલીસ દ્વારા કાર્યકરોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here