Home Trending Special પાટણ નાગરિક સહકારી બેંક ગ્રાહકોને સોલાર પેનલ માટે મોર્ગેજ વગર લોન...

પાટણ નાગરિક સહકારી બેંક ગ્રાહકોને સોલાર પેનલ માટે મોર્ગેજ વગર લોન આપશે……

120
0
પાટણ : 10 ફેબ્રુઆરી

પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા નવા ગંજ માર્કેટ યાર્ડ નિશા ખાતે’બેંક આપણા દ્વારે’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગંજ બજારના વેપારીઓને બેંક દ્વારા વ્યાજદરમાં કરવામાં આવેલા ઘટાડો તેમજ પીસી લોન અને સોલાર પેનલ નાખવા માટે લોન અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

પાટણ નાગરિક સહકારી બેંકમાં ગુરુવારે ‘બેંક આપણા દ્વારે’ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં બેંક દ્વારા ગ્રાહકોને સામેથી લોન આપવા માટે સગવડ ઊભી થાય અને સરળતાથી લોન મળી રહે તે અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં આર.બી.આઈના નવા નિયમો મુજબ નાગરિક સહકારી બેંક દ્વારા લોનના વ્યાજ દરમાં ઘટાડો કરાયો છે.

આ અંગે બેંકના ચેરમેન સુરેશ પટેલે જણાવ્યું હતું કે. ‘બેંક આપના દ્વારે’ કાર્યક્રમ થકી ગ્રાહકોને ઘર આંગણે સુવિધાઓ મળી રહે તે પ્રકારની બેંકનું આયોજન રહેશે. બેંક દ્વારા હવે ગ્રાહકોને ઓછા વ્યાજ દર સાથે લોન આપવામાં આવશે. જેમાં ખાસ કરીને પી.સી.સી લોન હવે 10 ટકાના બદલે 9% વ્યાજ દર રહેશે.

આ ઉપરાંત આજના સમયમાં લોકોને સોલાર પેનલ નાખવા માટે જરૂરિયાત હોય તેના માટે પણ બેંક દ્વારા કોઈપણ જાતના મોર્ગેઝ વગર લોન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં નાગરિક બેંકના કર્મચારીઓ અને નવા ગંજ બજારના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here