Home પાટણ પાટણ એસ.ઓ.જી પોલીસે સાંતલપુર હાઇવે પરથી 200 ગ્રામ md ડ્રગ્સનો જથ્થો...

પાટણ એસ.ઓ.જી પોલીસે સાંતલપુર હાઇવે પરથી 200 ગ્રામ md ડ્રગ્સનો જથ્થો પકડયો…

101
0
પાટણ : 25 ફેબ્રુઆરી

પાટણ જિલ્લાના સાંતલપુર વારાહી નેશનલ હાઈવે પર કમલ હોટલ પાસેથી પાટણ એસ.ઓ.જી પોલીસે ગત મોડીરાત્રે એક બ્લેક કલરની કારમાંથી 20 લાખના 200ગ્રામ એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીના ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સ પકડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે ગુરુવારે રાત્રે પાટણ જિલ્લાના સાંતલપુર વારાહી નેશનલ હાઈવે ઉપરથી કાળા કલરની કાર નં. GJ-12-DA-6662માં બે વ્યક્તિ રાજસ્થાન તરફથી સામખિયાળી તરફ ડ્રગ્સની ડિલીવરી કરવા જઈ રહ્યા હોવાની બાતમી એટીએસને મળી હતી. જેથી એટીએસ દ્વારા આ બાબતે પાટણ એસ.ઓ.જીને જાણ કરાતાં પાટણ એસ.ઓ.જીએ સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે પર નાકાબંધી વાહનોની ચેકિંગ હાથ ધરી હતી દરમિયાન બાટલી વાળી ગાડી આવી પહોંચતા પોલીસે તેને ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી રૂ. 20 લાખનો 200 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે ગાડીમાં સવાર બે ઈસમો સાથે ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here