પાટણ : 11 ફેબ્રુઆરી
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ પાટણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું.
એકાત્મ માનવવાદ ની વિચારધારા ના પ્રણેતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આદર્શ એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ એટલે કે સમર્પણ દિન નિમિત્તે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી ગૌરવ મોદી ભાવેશ ભાઈ પટેલ નવીન પ્રજાપતિ સહિતના આગેવાનોએ પંડિત દિન દયાલ ની સધી માની પુષ્પાંજલિ અર્પણ કરી પંડિતજીના વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો