નાઇઝીરીયન ગેંગ દ્વારા દેશમાં 8000થી વધુ કંપનીઓ અને વેપારીઓના ઇ-મેઇલ એકાઉન્ટ કંટ્રોલ કરી લીધા હતા. જોકે આ ગેંગ કોઇ ફ્રોડ કરે તે પહેલા જ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે તમામ લોકોને આ બબાતે જાણ કરી એલર્ટ કરી દીધા હતા. જોકે અમદાવાદની તમામ કંપનીઓના ઇ- મેઇલને સાયબર ક્રાઇમની ટીમે વાયરસ મુક્ત કરી હતી. જોકે સાયબર ક્રાઇમ બ્રાંચની અગમચેતીને કારણે કરોડો રૂપિયાનું ફ્રોડ અટક્યું હતું.
નાઇઝીરીયન ગેંગ દ્વારા અમદાવાદની 250, ગુજરાતની 500 સહિત દેશની 700 કંપનીઓ-વેપારીઓના ઇ-મેઇલ હેક કર્યા હોવાની વિગતો સાયબર ક્રાઇમ બ્રાંચના ACP જીતુ યાદવની ટીમને મળી હતી. તાકીદે સિનિયર ઓફીસરોને જાણ કરી આવી કંપનીઓ- વેપારીઓને એલર્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે નાઇઝીરીયન ગેંગના હેકર્સ જે તે કંપની અને વેપારીનું ઇ-મેઇલ ID વાયરસની મદદથી હેક કરી લેતા હતા અને નેટ બેંકીંગમાં પાસવર્ડ મેળવી લેતા હતા. તેઓ નેટબેંકીગના પાસવર્ડની મદદથી લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન પોતાના મળતીયાઓના ખાતામાં કરી દેતા હોય છે. જોકે સાયબર ક્રાઇમ બ્રાંચે તરત જ જે લોકોની વેબસાઇટ હેક થઇ હતી. તેમને જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે સાથે નાઇઝીરીયન ગેંગને મદદ કરતી એક મહિલા બેંકરને ઝડપી લીધી હતી.