Home ક્ચ્છ ડંપર પાછળ મુન્દ્રા મોડાસા રૂટની એસટી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો….

ડંપર પાછળ મુન્દ્રા મોડાસા રૂટની એસટી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો….

22
0
કચ્છ: ૧૮ જાન્યુઆરી

સામખીયાળી રાધનપુર ધોરીમાર્ગ નંબર 27 પર આજે રાત્રે 8.45 વાગ્યાની આસપાસ મેવાસા શિકાગો ટાઉન વચ્ચે અકસ્માતગ્રસ્ત ડંપર પાછળ મુન્દ્રા મોડાસા રૂટની એસટી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસમાં સવાર 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને પલાસવા, સામખીયાળી અને ભચાઉ હોસ્પિટલમાં સારવાર અર્થે એમયુલન્સ મારફતે ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાના પગલે મેવાસાથી ચિત્રોડ તરફના માર્ગ પર 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે.
(અકસ્માતગ્રસ્ત બસની તસવીર)

બનાવની મળતી પ્રાથમિક માહિતી મુજબ ગઈકાલે કોલસી ભરેલું ડંપર પલટી ગયું હતું. જેની પાછળ આજે બીજું એક ડંપર આથડાઈ પડતા અકસ્માતગ્રસ્ત બન્યું હતું. દરમ્યાન આજે રાત્રે 8.45 વાગ્યાની આસપાસ કચ્છથી રાધનપુર તરફ આગળ વધતી મુન્દ્રા-મોડાસા રૂટની એક્સપ્રેસ બસ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના પગલે એસટી બસમાં સવાર અંદાજિત 20 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઈકાગ્રસ્તોને નજીકના પલાસવા અને સામખીયાળીની ખાનગી હોસ્પિટલમાં તથા ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવી રહ્યા છે. હાઇવે અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી માર્ગ પૂર્વવત કરાવવા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.


અહેવાલ: પ્રતિનિધિ કચ્છ
Previous articleઉઘલ-બલદાણા ગામના હાઈવે પરના પ્રવેશદ્વાર સામે મંજૂર થયેલા બ્રિજને ફેરવવા પાછળનો માસ્ટર માઈન્ડ કોણ?
Next articleગાંધીનગરમાં કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞતબીબો-મંત્રીશ્રીઓ-વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય બેઠક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here