સાબરકાંઠા જિલ્લામાં જાહેર રસ્તાઓમાં કેટલાક લોકો દ્વારા ઘાસચારો વેચાતો હોય અને જીવદયાપ્રેમીઓ દ્રારા રોડ ઉપર વાહનોપાર્ક કરી જાહેરમાં રખડતા પશુઓને ઘાસચારો ખવડાવતા હોય છે. જે લોકોના સ્વાસ્થ અને જાહેર માર્ગ સલામતિને ભયરૂપ હોય માર્ગ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. આથી આમ જનતાની સલામતીના હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી-જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી હિતેષ કોયા દ્વારા જાહેર રસ્તાઓ, જાહેર માર્ગો, ફૂટપાથો ઉપર કોઈપણ વ્યક્તિ દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તે સમગ્ર બાબતો ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
આ પ્રતિબંધિત વિસ્તાર રિલાયન્સ માર્ટ સામે, બેરણા રોડ, હિંમતનગર, જૂની જિલ્લા પંચાયતની આગળ રેલવે ફાટક સામે, દુર્ગા કોમ્પ્લેક્સવાળા રેલવે ફાટક પાસે, સી.સી શેઠના પેટ્રોલ પંપ સામે ગળનાળા ઉપર, જેપી મોલ સામે મહાકાલી -ગાયત્રી મંદિર રોડ, ધાણધા ફાટક પાસે, છાપરીયા ચોકડી હનુમાનજી મંદિર પાસે, બળવંતપુરા ફાટક પાસે, ડેમાઇ રોડ આ જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.
આ હુકમ તા.૯ એપ્રિલ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ : રોહિત ડાયાણી,સાબરકાંઠા