Home ગોધરા ગોધરા વડોદરા હાઇવે પર આવેલા લિલેસરા ખાતે ની વીજ કંપની ખાતે અગમ્ય...

ગોધરા વડોદરા હાઇવે પર આવેલા લિલેસરા ખાતે ની વીજ કંપની ખાતે અગમ્ય કારણોસર આગ લાગતા લાખો રૂપિયાના કેબલ તેમજ અન્ય સામાન ભસ્મીભૂત થવા પામ્યો

142
0
ગોધરા :  22 એપ્રિલ

ગોધરા વડોદરા હાઇવે પર આવેલા લિલેસરા ખાતે ની વીજ કંપની ખાતે અગમ્ય કારણોસર આગ લાગતા લાખો રૂપિયાના કેબલ તેમજ અન્ય સામાન ભસ્મીભૂત થવા પામ્યો છે.ત્યારે આગ લાગવાના પગલે ગોધરા,હાલોલ, કાલોલ તેમજ ખાનગી કંપનીઓ નાં ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.ત્યારે આગના બનાવ ન પગલે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ વિક્ષેપ પડ્યો હતો.

ગોધરા વડોદરા હાઇવે પર આવેલા લીલેસરા સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપનીના અંદરના ભાગે તેમજ જ્યાં વીજ સામગ્રી મૂકવામાં આવી હતી જેવી મોંઘા વીજ કેબલ,ટ્રાન્સફોર્મર તેમજ અન્ય ચીજ વસ્તુઓ ને આજ રોજ બપોર નાં સમય બાદ અગમ્ય કારણોસર આગ લાગવા પામી હતી.જેમાં લાખો રૂપિયાના વીજ કેબલ તેમજ અન્ય ચીજ વસ્તુઓ ભસ્મીભૂત થવા પામી હતી.ત્યારે આગ નાં બનાવ નાં પગલે ગોધરા,હાલોલ,કાલોલ તેમજ અન્ય ખાનગી કંપનીઓ નાં ફાયર ફાઇટરો દ્વારા ઘટના સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ લાગવાના કારણે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ કરવામાં આવ્યો હતો.અંદાજિત ૨૦ થી વધુ વખત પાણીના ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

અહેવાલ : કંદર્પ પંડ્યા, પંચમહાલ  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here