Home ક્ચ્છ કેન્દ્રિય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ બી.એસ.એફ.ની તમામ ચોકીઓ પર...

કેન્દ્રિય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ બી.એસ.એફ.ની તમામ ચોકીઓ પર સંચાર સુવિધા પુરી પાડવામાં આવશે

122
0
ભુજ : 8 ફેબ્રુઆરી

આજરોજ કલેકટર કચેરી ભુજ ખાતે કેન્દ્રિય સંચાર વિભાગ અને સુરક્ષાદળોના અધિકારીઓની સંચાર સુવિધા બાબતે બેઠક યોજાઈ હતી.
સરહદ વિસ્તારના ગામો તેમજ પ્રવાસન સ્થળો કે જયાં ઓછું કે સાવ સંચાર નેટવર્ક મળતું નથી તેવા ગામોને પ્રાથમિકતા આપવા માટે

યોજાયેલી બેઠકમાં કેન્દ્રિય સંચાર રાજયમંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ કચ્છની ઉત્તર ગુજરાત સુધીની સરહદી વિસ્તારો પર આવેલ (બી.એસ.એફ.) સીમા સુરક્ષા દળની તમામ ચોકીઓ પર સંચાર સુવિધા પુરી પાડવામાં આવશે તેવો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો. આ ઉપરાંત કોસ્ટગાર્ડ, એરફોર્સ જેવાં સુરક્ષાદળની સંચાર સુવિધા પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. આ અંગે એક જોઇન્ટ કમિટિનું ગઠન થશે. જે સરહદી વિસ્તારોની મુલાકાત લઇ ઉપલબ્ધ સંચાર સ્થિતિનું નિરીક્ષણ કરી પરિણામ આધારિત તત્કાળ સંચાર સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અમલીકરણના પગલાં ભરશે.

આ બેઠકમાં સર્વશ્રી બી.એસ.એફ.ના શ્રી એસ.કે.શ્રીવાસ્તવ, એરફોર્સના અધિકારી મિસ સ્વાતીબેન, કોસ્ટગાર્ડના શ્રી બ્રહમદત્ત અને કલેકટર કચેરીના પી.આર.ઓ.શ્રી નિરવભાઇ બ્રહમભટૃ, ટેલિકોમ વિભાગના સર્વશ્રી ઉપમહાનિર્દેશકશ્રી આશિષ ઠાકર, સહાયક મહાનિર્દેશકશ્રી વિક્રમ ચાવડા, બી.એસ.એફ.ના એ.જી.એમ.શ્રી વાય.એચ.ગોસ્વામી ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ:ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here