Home કાલોલ કાલોલમાં દશામોઢ વણિક પંચ દ્વારા મોઢેશ્વરી માતાજીનો ૧૬ મો પાટોત્સવ અને...

કાલોલમાં દશામોઢ વણિક પંચ દ્વારા મોઢેશ્વરી માતાજીનો ૧૬ મો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવાયો.

141
0

કાલોલ: 13 ડિસેમ્બર


કાલોલ નગરમાં રવિવારે દશામોઢ વણિક જ્ઞાતિજનોની કુળદેવી મોઢેશ્વરી માતંગી માતાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નગરના રામજી મંદિરના પ્રયાગરાજ ચોકમાં કરવામાં આવી હતી. જે પ્રાણપ્રતિષ્ઠા સંદર્ભે જ્ઞાતિજનો દ્વારા દર વર્ષે મનોરથીઓ ના વિશેષ સહયોગ થી પાટોત્સવ મહોત્સવ મનાવવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પંદર વર્ષ પુરા થતા હોવાથી જ્ઞાતિજનોએ રવિવારે ૧૬ માં પાટોત્સવનું આયોજન કરી મંદિરમાં મોઢેરાથી લાવેલ અખંડ જ્યોત પ્રજ્વલિત કરી આ પાટોત્સવ અંતર્ગત નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશામોઢ જ્ઞાતી સમાજના દંપતિઓએ ભાગ લીધો હતો. જે દિવસભર ચાલેલા નવચંડી યજ્ઞમાં જ્ઞાતિના તમામ અગ્રણીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહીને મંદિરના પાટોત્સવમાં ઉમંગ અને ઉત્સાહ સાથે ભાગ લઇને અંતે સમાજ ના દરેક જ્ઞાતિજનો એ સમુહ માં મહાપ્રસાદી લઈને ઉત્સવ સંપન્ન કર્યો હતો.

કાલોલ નગરમાં મોઢેશ્વરી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં પુજાવીધી કરતા  જ્ઞાતિજનો તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.
કાલોલ નગરમાં મોઢેશ્વરી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં પુજાવીધી કરતા જ્ઞાતિજનો તસવીરોમાં દ્રશ્યમાન થાય છે.
અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here