Home ગોધરા કાંટુ ગામે ગાંજા ની ખેતી નો પર્દાફાસ આરોપીને જેલ ભેગો કરતી SOG...

કાંટુ ગામે ગાંજા ની ખેતી નો પર્દાફાસ આરોપીને જેલ ભેગો કરતી SOG પોલીસ

131
0

કચ્છ : 22 માર્ચ


ચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે ખેતરમા ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગ-૩૯ વજન ૧૪.૧૬૦ કી.ગ્રા જેની કિ.રૂા.૧,૪૧,૬૦૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી. પોલીસ

ચિરાગ કોરડીયા સાહેબ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓએ તથા રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ I/C પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા નાઓએ નાર્કોટીક્સ ડ્રગ્સને લગતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પંચમહાલ જીલ્લામા થતી અટકાવવા તેમજ નાર્કોટીક્સ ડ્રગ્સના દુષણને નેસ્તનાબુદ કરવા સારુ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ-ગોધરા નાઓને બાતમી હકીકત મળેલ.

જે બાતમી આધારે આર.એ. પટેલ પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ ગોધરા નાઓ તથા આર.એન. પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. શાખા પંચમહાલ ગોધરા તથા એસ.ઓ.જી ટીમ અને બે સરકારી પંચોને સાથે રાખી ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે કુવા ફળીયામા રહેતા રમેશભાઇ સુરમાભાઇ નાયકના ખેતરમા તેને સાથે રાખી ઝડતી તપાસ કરતા ખેતરમાંથી વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ નંગ-૩૯ મળી આવેલ જેનુ વજન કરાવતા કુલ વજન ૧૪.૧૬૦ કીલોગ્રામ થયેલ જેની કિ.રૂા.૧,૪૧,૬૦૦/- ની ગણી સદર મુદ્દામાલ તપાસ અર્થે કબજે લઇ સદરી આરોપી વિરુધ્ધ દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે NDPS એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here