કચ્છ : 14 ફેબ્રુઆરી
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રવિવારે કચ્છની મુલાકાત દરમિયાન વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબહેન આચાર્યના નિવાસ સ્થાને ચાય પે ચર્ચા કરી હતી. આ સમયે તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
કચ્છ પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબહેન આચાર્યના ઘરે પણ મુલાકાત લીધી હતી. આ સમયે તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબહેન આચાર્ય દ્વારા પરંપરાગત કચ્છી પાઘડી પહેરાવી, મોમેન્ટો આપ્યાં હતાં. આ મુલાકાતમાં રાજ્યના વિકાસ અર્થે પ્રયત્નશીલ સરળ અને સાદગીના પર્યાય ભુપેન્દ્રભાઈ પટેલે ચાય પે ચર્ચા કરી હતી.