Home ગીર સોમનાથ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો…

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્ય ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો…

119
0
સોમનાથ : 1 માર્ચ

સવારે મહાદેવને પારંપરિક પાઘનો શૃંગાર કરવામાં આવેલ સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની ઝાંખી મનમોહક ભાસી રહેલી…

ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપુજા અને પાલખીયાત્રા યોજાયેલ, મહાદેવ સ્વયં જ્યારે નગરચર્યા એ નિકળ્યા હોય, ત્યારે માર્ગમાં ભક્તો પૂષ્પોથી સ્વાગત સાથે હર હર મહાદેવ અને બમ બમ ભોલેનો નાદ કરી રહ્યા હતા.

સવારે 4-00 થી સવારના 10 સુધીમાં 15000 થી વધુ ભક્તોએ દર્શન-પૂજા કરી ધન્ય બન્યા હતા.

ધ્વજાપુજા અને પાલખી પૂજનમાં ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર સાહેબ, તથા રાજકોટના મહારાજા (પૂર્વ રાજવી પરીવારના) શ્રી માંધાતા સિંહ તથા પરિવાર ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે રાજવી પરીવારનું સ્વાગત સન્માન કરવામાં આવેલ હતું.

અહેવાલ:  રવિ ખખ્ખર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here