Home Other આણંદ માપણી શાખામાં તાત્કાલિક માપણી માટે કરવામાં આવેલ ખેડુતોની હજારો અરજીઓ પેન્ડીંગ…

આણંદ માપણી શાખામાં તાત્કાલિક માપણી માટે કરવામાં આવેલ ખેડુતોની હજારો અરજીઓ પેન્ડીંગ…

123
0
આણંદ : ૧૦ જાન્યુઆરી

મહેસુલ વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીમાં કોઈપણ અરજદારને તકલીફ ન પડે તે માટે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ખાસ વિભાગીય અધિકારીઓની બેઠકમાં તાકીદ કરી હતી અને અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવા માટે સ્પષ્ટ સૂચના આપી હતી. આ ઉપરાંત કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લેવાની નીતિ અપનાવી હોવા છતાં મહેસૂંલ વિભાગના બિન સંવેદનશીલ નોકર શાહો ને મહેસુલ મંત્રીની માર્ગદર્શન સૂચનાઓ ગળે ઊતરતીજ  નથી તેવી બૂમો આણંદની જનતામાં ઉઠી રહી છે. આણંદ જિલ્લાની જમીન માપણી શાખામાં અરજદારો દ્વારા કરવામાં આવેલી રૂટીન 2273 અરજીઓ પર હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેના કારણે જિલ્લામાં જમીન વિવાદ વધી રહ્યા છે અને હિંસક બની રહેલા વિવાદોને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે અને અવારનવાર હિંસક બનાવોના કારણે પોલીસ હસ્તક્ષેપ વધી રહ્યા છે.

આણંદ માપણી શાખા દ્વારા રૂટીન અરજીઓ ઉપરાંત અરજદારોએ હજારો રૂપિયા ભરીને પોતાના ખેતરની તાત્કાલિક માપણી કરાવવા માટે કરેલી અરજીઓ પણ સેકડોની સંખ્યામાં પેન્ડીંગ છે. જો નિયમ અનુશાર જોવા જઈએ તો તાત્કાલિક માપણી માટે કરેલી અરજીનો મહતમ એક મહિનામા નીકાલ થઇ જોવા જોઇએ પરંતું તાત્કાલિક માપણી માટે ફી ભરીને અરજદારે કરેલી અનેક અરજીઓ મહિનાઓનો સમય વિતિ ગયો હોવા છતાં હજુ પણ પેન્ડીંગ છે. માપણી થઈ ગયેલા કેસો પણ મહિનાઓ સુધી માપણી સરવેયર દ્વારા કચેરી ખાતે જમા કરાવવામાં આવતા નથી. જેના કારણે અરજદારને વહેલી તકે માપણી સીટની નકલ પણ મળી શકતી નથી.

મહત્વની હકીકત તો એ છે કે અરજદાર દ્વારા  પોતેની જાણકારી માટે સવાલ કરે છે. ત્યારે આવતા અરજદારોને ડી.આઈ.એલ.આર દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપવામાં આવે છે તેના પરીણામે અરજદારને હતાશ થઈને પરત ફરવાની ફરજ પડે છે.

ખરેખર આ અંગે સંબંધિત વિભાગના ઉચ્ચ સત્તાધીશો દ્વારા આ અંગે તપાસ હાથ ધરીને શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોને નાહક થતી હેરાનગતાના ખેતરની માપણી માટેની કરેલી અરજીનો સમય વીતી ગયો હોવા છતાં માપણી ન કરાતા અરજદાર પોતે માપણી કચેરી ખાતે જાતે કરેલી અરજીની તપાસ કરવા માટે જાય છે. અને અધિકારીને શું કાર્યવાહી થઈ અને માપણી ક્યારે થશે તિ અટકાવવામાં આવે તે જરૂરી બન્યું છે.


અહેવાલ : આણંદ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here