અમદાવાદ:૯ જાન્યુઆરી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં આવી રહેલી ગુજરાત વિધાનસભા ની ચૂંટણીના કારણે રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓનો બેઠકોનો દૌર વધ્યો છે.રાજ્ય માં સત્તા ને ટકાવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટી એ અધ્ય્ક્ષ સી.આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ તૈયારી ઓ શરૂ કરેલી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ હાલમાં વિરોધ પક્ષમાં રહેલી કોંગ્રેસ અને NCP દ્વારા ગુજરાતમાં પણ મહાગઠબંધન માટેની કવાયત તેજ કરી હોય તેવા સંકેત જોવા મળી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે NCPના પ્રમુખ સાથે તાજેતરમાં બેઠક કરી હતી,જે બાદમાં NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ મીડિયા સામે બને રાજકીય પક્ષ વચ્ચે આગામી વિધાનસભા ની ચૂંટણી માં ગઠબંધન થવાના સંકેત આપતા ગુજરાત ના રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે!
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેત જોવા મળી રહ્યાં છે. તેવામાં આ અંગે NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ગઠબંધન થઈ શકે તેના સંકેત એક મીડિયા ના માધ્યમ થી આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે 8 જાન્યુઆરી એ અમદાવાદ ખાતે કોંગ્રેસ ના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર અને NCP ના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ (બોસ્કી) વચ્ચે બેઠક યોજાઈ હતી.બાદમાં એનસીપીના નેતા જયંત બોસ્કીએ નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2022માં કોગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનવાશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, વર્ષ 2012માં પણ કોંગ્રેસ-NCP ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતાં. મહત્વનું છે કે, વર્ષ 2017માં કોંગ્રેસ-NCPનું ગઠબંધન તૂટ્યું હતું.તે બાદ હાલ ગુજરાતમાં NCP પાસે એક માત્ર MLA કાંધલ જાડેજા વિધાનસભા માં MLA નું પદ શોભાવી રહ્યા છે.
ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાત ના 2022 ના ચૂંટણી જંગમાં પુનઃ કોંગ્રેસ – NCP નું ગઠબંધન થાય છે કે વર્ષ 2017 ની જેમ રાજ્ય માં ત્રિકોણીય જંગ જોવા મળે છે! સાથે આ ચૂંટણીમાં કેજરીવાલ ની આમઆદમી પાર્ટી પણ ગુજરાતની ચૂંટણી જંગ માં ઝંપલાવી શકે છે! ત્યારે ગુજરાત ની સત્તા પ્રાપ્તિ માટે વર્ષ 2022ની ચૂંટણી ખરાખરી નો ચૂંટણી સંગ્રમ બની રહે તેમ જોવા મળી રહ્યું છે!