Home કાલોલ કાલોલ તાલુકાના નાંદરખા ગામના સીમના એક કુવામાં દિપડો પડી જતાં વનવિભાગ દ્વારા...

કાલોલ તાલુકાના નાંદરખા ગામના સીમના એક કુવામાં દિપડો પડી જતાં વનવિભાગ દ્વારા રેસકયુ કરવાની કામગીરી હાથ ધરાઈ

160
0

કાલોલ: 22 નવેમ્બર


કાલોલ તાલુકાના નાંદરખા ગામની સીમમાં આવેલા એક ખેડૂતના કુવામાં એક દિપડો પડી જતાં વનવિભાગની ટીમ દ્વારા રેસકયુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મંગળવારે સવારે કાલોલ તાલુકાના નાંદરખા ગામના હનુમાનજી મંદિર વિસ્તારના સીમાડામાં આવેલા એક ખેડૂતના કુવામાંથી અંદર પડેલા કોઈ જંગલી પશુના બરાડવાનો અવાજ આવતા કુવામાં જોતા અંદર એક દિપડો હોવાનું જોવા મળ્યું હતું જે ઘટનાની જાણકારીને પગલે પ્રારંભે નાંદરખા ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, જોકે ગામલોકોમાં કુવામાં દિપડો પડી ગયો હોવાની ઘટના અંગે પણ ભારે કુતુહલ સર્જાયું હતુ અને કુવામાં પડી ગયેલા લાચાર દિપડાને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા. જેથી કુવામાં દિપડો પડી ગયો હોવાની ઘટના અંગે ગ્રામજનો વેજલપુર સ્થિત વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં વનવિભાગની ટીમ દ્વારા કુવાની ઉંડાઈનું અને દિપડાની સ્થિતિ અંગે અવલોકન કરીને જરૂરી સાધનસામગ્રી સાથે કુવામાં પાંજરું ઉતારીને દિપડાને સલામત રીતે બહાર કાઢવાની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિપડાને સલામત રીતે બહાર કાઢવાના સમગ્ર રેસકયુ ઓપરેશન દરમ્યાન વનવિભાગની ટીમ દ્વારા ત્રણ ચાર કલાકની ભારે જહેમત કરી દિપડો સલામત રીતે પાંજરામાં પુરવાની કામગીરી હાથ ધરી હતી તેમ‌ છતાં કુવામાં પાણી હોવાથી અંદરના ભાગમાં આવેલા ખડક પર દિપડો ચઢી જતાં પાંજરામાં આવી શક્યો નહોતો જેથી બચાવ કામગીરી સાંજ પડવા સુધી લાંબી ચાલી રહી છે‌.

 

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here