Home ક્ચ્છ કચ્છથી નાગપુર ઊંટનું વેચાણ કરવા જતાં માલધારીઓ મુશ્કેલીમાં મુકાયાં

કચ્છથી નાગપુર ઊંટનું વેચાણ કરવા જતાં માલધારીઓ મુશ્કેલીમાં મુકાયાં

141
0
કચ્છ : 15 ફેબ્રુઆરી

કચ્છથી નાગપુર ઊંટનું વેચાણ કરતાં રબારી માલધારીઓ કાયદાની ગુંચવણમાં ફસાયાં હતાં. અમરાવતીમાં કોઈએ ઊંટ કતલખાને જતાં હોવાની બાતમી આપતાં કાર્યવાહી કરી ઊંટ જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ અંગે કાયદાકીય લડત બાદ આખરે ઊંટનો છુટકારો થયો હતો. જોકે, આ સમગ્ર લડતમાં મોરબીના સાંસદે પણ જહેમત ઉઠાવી હતી.
કચ્છથી વિદર્ભમાં નાગપુર તરફ ઊંટના વેચાણ માટે જતા માલધારીઓને અમરાવતીમાં કડવો અનુભવ થયો હતો. પાંચેક માલધારીઓ 8મી જાન્યુઆરીના રોજ અમરાવતી નજીક પહોંચ્યાં તે સમયે ઊંટની રાજસ્થાનથી હૈદ્રાબાદ કતલ કરવાના ઇરાદે લઇ જવાઇ રહ્યાં હોવાની બાતમી આધારે 58 ઊંટ જપ્ત કરી પાંજરાપોળ મોકલી આપવામાં આવ્યાં હતાં.
આખરે મામલો અમરાવતીની કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં સેસન્સ કોર્ટ દ્વારા ઊંટોને મુક્ત કરવા આદેશ કરાયો હતો. પરંતુ સ્થાનિક જીવદયા પ્રેમીઓ આ મામલે ઉપલી કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, તેમાં પણ હંગામી સ્ટે ઓર્ડર આવતા 20 દિવસની લડત બાદ માલધારીઓના 58 ઊંટને મુક્તિ મળી હતી. આ આદેશ કરતા બે દિવસ પહેલા કચ્છના રબારી માલધારીઓને પોતાના ઊંટનો કબજો મળી શક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ માલધારીઓના પક્ષમાં સરકાર સમક્ષ રજુઆત કરી હતી.
પાંજરાપોળની બેદરકારીના કારણે એક ઊંટનું મોત થયાનો આક્ષેપ (બોક્સ)
અમરાવતી ખાતે પાંજરાપોળમાંથી ઊંટનો કબ્જો મળ્યા પછી તરત જ એક ઊંટનું મરણ થતા માલધારીમાં રોષની લાગણી જન્મી હતી. આ ઊંટનું મોત પાંજરાપોળની બેદરકારીના કારણે થયું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે બેદરકારીનો કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here