ગુજરાત : 28 ડિસેમ્બર
વડાપ્રધાન મોદીની માતા હિરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. વડાપ્રધાન મોદી દિલ્હીથી બે વાગ્યા સુધીમાં અમદાવાદ આવી શકે છે. પરિવારે 18મી જૂન 2022ના રોજ હીરાબાનો 100મો જન્મ દિવસ મનાવ્યો હતો. 1923માં જન્મેલા હીરાબાએ શતાયુમાં પ્રવેશ કર્યો છે. હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં જ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. તેમની તબિયતને લઈને વડાપ્રધાન મોદીને સમાચાર પહોંચાડી દેવાયાં છે. જેથી તેઓ આજે બપોરે બે વાગ્યાની આસપાસ અમદાવાદ આવે તેવી શક્યતાઓ છે. આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર હીરાબાની આજે તબિયત નાદુરસ્ત જણાતા તેમને તાત્કાલિક યુ.એન મહેતામાં ખસેડાયા હતા. સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે.