Home ટૉપ ન્યૂઝ સુરેન્‍દ્રનગર ખાતે જિલ્‍લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સુરેન્‍દ્રનગર ખાતે જિલ્‍લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ

182
0
સુરેન્‍દ્રનગર : 19 ફેબ્રુઆરી

સુરેન્‍દ્રનગર જિલ્લા કલેકટર કે. સી. સંપટના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં આજે મળી હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ સરકારી બાકી લેણાની વસુલાત માટે ઝુંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમણે કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ, તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.


આ બેઠકમાં ધારાસભ્‍ય નૌશાદભાઈ સોલંકી અને ઋત્વિકભાઇ મકવાણાએ શહેરી વિસ્તારમાં બાંધકામ અંતર્ગત બી.યુ. પરમીશન, જિલ્લામાં કોરોનામાં મૃત્યુ પામનારના પરિવારને અપાતી સહાય, જિલ્લામાં પશુ દવાખાનામાં પશુ ડોકટરોની ઘટ, પ્રમોલગેશનની પ્રક્રિયા, જિલ્લામાં મનરેગા અને સુજલામ સુફલામ અંતર્ગત ચાલતા કામો તેમજ ચોટીલા અને થાનગઢ તાલુકામાં વિચરતી-વિમુક્તી જાતિ માટે પ્લોટની ફાળવણી બાબતે વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા. કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોનું સમયમર્યાદામાં નિકાલ કરવાની સુચના આપી હતી.
આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેકટર એન. ડી. ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એ.ભગલાણી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્‍થિત રહયા હતા.

 

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here