પાટણ : 10 ફેબ્રુઆરી
રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ની જિલ્લા કક્ષાની ઉજવણી પાટણની શિશુ મંદિર શાળા ખાતે કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય અધિકારીઓએ શાળાના વિદ્યાર્થીઓને કૃમિનાશક ટેબલેટ અને વિટામિન A ની શિરપ નું વિતરણ કર્યું હતું.
નાના બાળકોથી લઈને વયસ્કો સુધીના લોકોનું આરોગ્ય સુખાકારી રહે તે માટે સરકાર દ્વારા આરોગ્યલક્ષી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. 1 વર્ષથી 19 વર્ષના બાળકોને કૃમિના રોગથી બચાવવા માટે સરકાર દ્વારા દર વર્ષે કૃમિનાશક દિવસ ની ઉજવણી કરે છે જેમાં વર્ષમાં બે વાર બાળકોને કૃમિ નાશક ટેબલેટ નું વિતરણ કરે છે ત્યારે આજે પાટણની શિશુ મંદિર શાળા ખાતે જિલ્લાકક્ષાના કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ભૂમિ નો રોગ કઈ રીતે થાય છે અને તેને અટકાવવા શું કરવું જોઈએ તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું.
પાટણ જીલામાં 1 વર્ષથી 19 વર્ષના 4,48,000 જેટલા બાળકોને આ ઉજવણી અંતર્ગત આવરી લેવામાં આવશે અને કૃમિનાશક ટેબેલેટ તેમજ વિટામિન A ની શિરપ આપવામાં આવશે. આ પ્રસંગે ADHO ડો.દિવ્યેશ પટૅલ તાલુકા આરોગ્ય અધિકારી ગૌરાંગભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.