વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. તે દરમિયાન PM મોદીના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટની મિટિંગ મળી હતી. જેમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. જ્યાં PM નરેન્દ્ર મોદીને ફરી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માટે 5 વર્ષ માટે વરણી કરવામાં આવી છે.
PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન પહેલાં યાત્રાધામ અંબાજી ખાતે માઁ અંબાના દર્શન કરી પૂજા – અર્ચના કરી હતી. જ્યાં વડાપ્રધાન મહેસાણા ખાતે પહોંચી વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. જેના બાદ ગાંધીનગરમાં રાજભવન ખાતે PM નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં પી.એમ નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરી પાંચ વર્ષ માટે વરણી કરવામાં આવી હતી. તે સિવાય બેઠકમાં સોમનાથ મંદિરના વિકાસકાર્યો અંગે ચર્ચા કરાઇ હતી.
આ બેઠક સોમનાઠ ટ્રસ્ટની PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ 122મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિરને લઇ વિકાસકાર્યો અંગે ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી.
આ અંગે PM નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટ્ટર પેજ પર માહિતી આપી હતી. જેમાં તેમણે દર્શાવ્યું કે “ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. અમે ટ્રસ્ટની કામગીરીને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરી. તેમજ મંદિર સંકૂલ માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ કેવી રીતે લઈ શકીએ તેની સમીક્ષા કરી જેથી તીર્થયાત્રાનો અનુભવ વધુ યાદગાર બની રહે.
ઉલ્લેખનીય છે કે આ મિટીંગમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં સોમનાથ મંદિર ડિજિટલ ક્ષેત્રે ખૂબ આગળ પડતું સ્થાન ધરાવે છે, જ્યાં વધુ એક આધુનિક ટેકનોલોજીને વિકસાવવામાં આવી છે. સોમનાથ મંદિરની સાથે સાથે ભાલકા તીર્થ મંદિર અને કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતિક શ્રીરામ મંદિર આયોધ્યાના લાઈવ દર્શન પણ કરી શકાશે.
સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં બીજા ઘણાં વિકાસકામોને લીલીઝંડી PM મોદી દ્વારા આપવામાં આવી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ‘મેરી મિટ્ટી મેરા દેશ’ નો વિડીયો લોકો સમક્ષ મૂક્યો છે.. તેમજ ટેકનોલોજીના માધ્યમથી સોમનાથ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા, ઓનલાઈન બુકિંગ, પૂજાવિધિ, પ્રસાદી વિતરણ જેવી જાણકારી માટે ડેશબોર્ડનો શુભારંભ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM મોદી દ્વારા કરવામાં આવ્યો છે.