આસો નવરાત્રીની ઉજવણી આખા ભારતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. શક્તિની ઉપાસનાનો આ પર્વ પૂજા-અર્ચના સાથે ગરબાનું પણ વિશેષ મહત્વ ધરાવે છે. જેના કારણે આ નવરાત્રીના ઉત્સવમાં ઘણી જગ્યાએ મોટા પંડાલોમાં ખ્યાતનામ ગાયક કલાકારો સાથે ભવ્ય સજાવટ સાથેના આયોજનો પણ કરવામાં આવે છે.
શ્રદ્ધા કપૂરનો નવરાત્રી સ્પેશ્યલ લુક
આ નવરાત્રીમાં તમે પણ શ્રદ્ધા કપૂરની જેમ નારંગી રંગનો પરિધાન પહેરી શકો છો. અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પહેરેલો આ પોશાક ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં રહ્યો છે અને તેનું કારણ બન્યું છે. તેનો આકર્ષક લુક સાથે તે વજનમાં પણ હલકો છે. નવરાત્રીમાં થતા ગરબા આયોજન દરમિયાન આપ પણ આ પોશાક પહેરીને આકર્ષક દેખાઇ શકશો.
લાલ સાડી લુક
નોરતામાં આકર્ષક દેખાવા માટે તમે ફક્ત ચણિયોચોળી પર ધ્યાન ન આપો તો આપ સાડી પણ પહેરી શકો. જે લાલ રંગની સાડી પહેરી કેટરીના કૈફે આકર્ષણ જમાવ્યું છે. તમે આ પ્રખ્યાત એક્ટ્રેસની જેમ લાઇટ મેકઅપ, કાન અને હાથમાં આભૂષણ સાથે કપાળ પર બિંદી વડે તમારો લુક કમ્પ્લીટ કરી શકો છો.
બનારસી સાડી
ચણિયાચોળીના બદલે ભારતીય મહિલાઓના જાણીતા પહેરવેશ તરીકે ઓળખ ધરાવતી બનારસી સાડી પણ નવરાત્રીમાં ટ્રાય કરી શકો. જુઓ આલિયા ભટ્ટની જેમ આપ પણ પીરોજી રંગની આ પ્રકારેની સાડી પહેરીને બીજા કરતાં અલગ લાગી શકો છો. આ ડ્રેસમાં આલિયા ભટ્ટે પહેરેલો સ્લીવલેસ બ્લાઉઝ પણ લુકમાં ઘણો આકર્ષક લાગે છે. જેમાં આપ લાઇટ લિપસ્ટિક સાથે હળવો મેકઅપ પણ કરી શકો છો.
અનારકલી સૂટ
સાદગી માટે આપ અનારકલી શૂટ પણ ટ્રાય કરી શકો છો. હાલમાં જ અનારકલી શૂટ બજારમાં આકર્ષક લુક માટે ઘણી બધી ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. જેની કિંમત પણ ખૂબ અફોરડેબલ છે. બજારમાં તમને આ પ્રકારના અનારકલી શૂટ 500 થી લઈને 1000 ની વચ્ચે મળી રહે છે.
નવરાત્રીમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
નોરતામાં થતાં ગરબા રાસમાં જ્યારે ભાગ લો ત્યારે થોડી રાખેલી કાળજી આપને વધુ કમ્ફર્ટ લેવલ આપી શકે છે. જેમ કે ગરબા , ડાન્સ કે અન્ય એક્ટિવીટીનો ભાગ લો ત્યારે વજનમાં હળવા વસ્ત્રો અને લાઇટ મેકઅપ આપને વધુ કમ્ફર્ટ પૂરું પાડશે. જ્યારે ફેશનેબલ બનવા માટે આપ જો ભારે વસ્ત્રો અને હેવી મેકઅપ કરશો તો લાંબા સમય સુધી આપ ગરબાનો આનંદ માણવામાં કદાચ થકાન અનુભવી શકો છો. માટે નવરાત્રીમાં લાઇટ મેકઅપ અને લાઇટ આઉટફિટ ખેલૈયાઓ માટે બેસ્ટ છે.