Home Trending Special હેરિટેજ વોલ પર કચ્છી કળા અને અમદાવાદનો ચિતાર , SVPI એરપોર્ટ પર...

હેરિટેજ વોલ પર કચ્છી કળા અને અમદાવાદનો ચિતાર , SVPI એરપોર્ટ પર ગરવી ગુજરાતના સમૃદ્ધ વારસાને જીવંત કરતું પ્રદર્શન

119
0

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પ્રચાર પ્રસાર કરવામાં ગૌરવ અનુભવે છે. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યુરિટી હોલ્ડ એરિયામાં બનેલી હેરિટેજ વોલ આ જ પરપરાને આગળ ધપાવી રહી છે, જેમાં ગુજરાતમાં સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાને જીવંત પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે.

એરપોર્ટ ટર્મિનલ પર મનમોહક કળાપ્રદર્શનમાં ગુજરાતના જીવંત ઇતિહાસ, ખમીરવંતી પ્રજા, ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, તહેવારો અને વારસાનું નિરુપણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ 1940ના દાયકામાં અમદાવાદ એરપોર્ટના પ્રારંભિક દિવસોનો આનંદ માણી શકે તેવા દ્રશ્યો પણ મૂકવામાં આવ્યા છે. છબીઓમાં ગુજરાતના પનોતા પૂત્ર સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વપ્નદ્રષ્ટાઓ તેના પરિસરને આશીર્વાદ આપતા હોય તેવા અલભ્ય દૃશ્યો પણ સમાવવામાં આવ્યા છે, મનમોહક કળા પ્રદર્શનમાં ગુજરાતનું પ્રખ્યાત ગીર જંગલ, ગ્રાન્ડ કાઈટ ફેસ્ટિવલ, મનમોહક કચ્છનું રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ એરપોર્ટની જૂની તસવીરો વગેરે પણ સામેલ છે.

પ્રદર્શનમાં કચ્છના કુશળ કારીગરોની પરંપરાગત હસ્તકલા વિપ્પન આર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કલાત્મક સ્વરૂપ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત કરે છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડૉમેસ્ટિક ટર્મિનલ પરથી મુસાફરો હવે અમારું ગુજરાત’ (આપણું ગુજરાત) ની ભાવનાને ગૌરવ આપતો અનુભવ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here