આફ્રિકન દેશ મોરોક્કોમાં 8 સપ્ટેમ્બરના વહેલી સવારે 6.08 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે ભૂકંપે ચારે તરફ તબાહી સર્જી દીધી છે.. અહીં ધરતીમાં આવેલા આંચકા બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારે મળતા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 296 થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ કુદરતી આપત્તિ અંગે, દેશના યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ કહ્યું કે ઉત્તર આફ્રિકન રાષ્ટ્રના આ ભાગમાં 120 થી વધુ વર્ષોમાં આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે.
મોરોક્કોના આ ભૂકંપના કારણે હાહાકાર મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આફ્રિકન અને યુરેશિયન પ્લેટોની વચ્ચે સ્થિત હોવાના કારણે મોરોક્કોમાં વારંવાર ભૂકંપ અનુભવાય છે. USGS એ જણાવ્યું કે 1900 થી, આ વિસ્તારના 500 કિમી વિસ્તારમાં કોઇપણ M6 લેવલ અથવા તેનાથી મોટો કોઈ ભૂકંપ આવ્યો નથી. રોઇટર્સના અહેવાલ મુજબ, છેલ્લા 100 વર્ષમાં આ ભાગમાં આ સૌથી મોટો ભૂકંપ છે. અગાઉ, 2004 માં ઉત્તર-પૂર્વ મોરોક્કોના અલ હોસીમામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો, જ્યારે 628 લોકોના મોત થયા હતા. તે દરમિયાન લગભગ 1000 લોકો ઘાયલ થયા હતા.
મળતા સમાચાર અનુસાર, ભયાનક ભૂકંપના કારણે ઘણી જૂની ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. શહેરમાં એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સેવાઓની અછત છે. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. તેથી હવે લોકો ઘરની બહાર નીકળી ગયા છે. વાત કરીએ તો ભૂકંપ એટલો ખરતનાક હતો કે તેની અસર ભૂકંપના કેન્દ્ર મરાકેશથી લગભગ 350 કિલોમીટર દૂર રાજધાની રાબાતમાં પણ અનુભવાઈ હતી.