Home દેશ હવે શોપિંગ બિલ દેખાડીને પણ ઈનામ જીતી શકાશે !!!! જાણો કઇ...

હવે શોપિંગ બિલ દેખાડીને પણ ઈનામ જીતી શકાશે !!!! જાણો કઇ રીતે ?

209
0

કેન્દ્ર સરકાર દ્વારા નવી સ્કીમ બહાર પાડવામાં આવી છે. જેનું નામ છે. ‘મેરા બિલ મેરા અધિકાર’ . આ સ્કીમમાં લોકો દરેક ખરીદી પર મેળવી શકશે હજારોનું ઇનામ. વાત કરીએ તો આ સ્કીમમાં આગામી દિવસોમાં દર મહિને અને ત્રણ મહિને ડ્રો થશે. જેમાં 10 હજાર રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું ઈનામ જીતવાની તક મળશે. લોકો કોઈ પણ ખરીદીની સામે બિલ માગવાની ટેવ પાડે તે માટે 1 સપ્ટેમ્બરથી ‘મેરા બિલ મેરા અધિકાર’ સ્કીમ શરૂ કરવામાં આવશે. તેમાં લોકોએ દરેક ખરીદી પછી બિલ એકઠા કરવાના રહેશે અને તેના પરથી એક ડ્રો કરવામાં આવશે. જેમાં કેટલાક લોકોની કિસ્મત ચમકશે. તેને એક કરોડ રૂપિયા સુધીનું ઈનામ મળશે.

ભારતમાં લોકો ખરીદી કર્યાની પછી તેમને બિલ લેવામાં એટલી આળસ આવે છે કે જાણે કંઇ ચોરી થઇ જશે. ત્યારે દરેક લોકો ઈનવોઈસ માંગતા થાય તે માટે રાજ્ય સરકારો સાથે મળીને ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરવામાં આવશે. હવે તમારે ખરીદી કર્યા પછી દુકાનદાર પાસેથી હકપૂર્વક બિલ માંગવાનું રહેશે.

ખરીદી બાદ જે બિલ મળે તેને ‘મેરા બિલ મેરા અધિકાર’ મોબાઈલ એપ પર અપલોડ કરવાનું રહેશે. આ એપ એન્ડ્રોઈડ અને IOS પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત વેબસાઇડ પર પણ અપલોડ કરી શકાશે. તેની સામે તમને એક એકનોલેજમેન્ટ રેફરન્સ નંબર (ARN) મળશે જેના પરથી ડ્રો થશે.

ડ્રો માટે એક રેન્ડમ પ્રક્રિયા પસંદ કરીને દર મહિને સામાન્ય ઈનામ તથા ત્રણ મહિને બમ્પર ઈનામ આપવામાં આવશે. આ ડ્રોમાં ભાગ લેવા માટે તમારું બિલ ઓછામાં ઓછું 200 રૂપિયાનું બિલ હોવું જરૂરી છે. આ સ્કીમમાં મર્યાદિત રાજ્યો જ ભાગ લઈ રહ્યા છે જેથી તમને ઈનામ લાગવાની શક્યતા વધી જાય છે. હાલમાં ગુજરાત, આસામ, હરિયાણા, પોંડિચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દિવમાં આ સ્કીમ લાગુ થશે.

‘મેરા બિલ મેરા અધિકાર’ એપ પર તમારું બિલ એટલે કે ઈનવોઈસ અપલોડ કરો ત્યારે તેમાં સપ્લાયરનો GST IN નંબર, ઈનવોઈસ નંબર, ઈનવોઈસની તારીખ, ઈનવોઈસની વેલ્યૂ અને રાજ્યની ડિટેલ ભરવાની રહેશે.

એેક વાત યાદ રાખો કે આ સિસ્ટમાં ડુપ્લિકેટ ડેટા કે ઈનવોઈસ નહીં ચાલે. ખોટા GSTIN નંબર એન્ટર કરશો તો તે રિજેક્ટ થશે. વિજેતાને એલર્ટ કરવા માટે માત્ર પુશ નોટિફિકેશન આવશે.

આ ડ્રોમાં વિજેતા થયા છો તેનું નોટિફિકેશન મળે ત્યાર પછી તમારા બેન્ક ખાતામાં રકમ જમા થાય તે માટે 30 દિવસની અંદર એપ અથવા વેબ પોર્ટલ પર બેન્કની વિગત, પેન કાર્ડ, આધાર કાર્ડ નંબરની વિગત આપવાની રહેશે. આ પાઈલટ પ્રોગ્રામ છે જે એક વર્ષ સુધી ચાલુ રહેશે. આ સ્કીમમાં દર મહિને 800 લોકોને પ્રાઈઝ મળશે. જેની રકમ 10,000 રૂપિયા હશે. જ્યારે દર ત્રણ મહિને બે બમ્પર ડ્રો થશે જેમાં એક-એક કરોડ રૂપિયાના ઈનામ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here