(પ્રતિનિધિ) આણંદ તા.5
આણંદ શહેર નજીકના સામરખા ગામના પરા વિસ્તાર જેવા કે ભુતરડા, કૃષ્ણનગર, લીંબડાપુરા, દલાપુરા, ભાટીયાપુરા, વાઘપુરા, રામપુરા, શક્તિનગરમાં છેલ્લા કેટલાક સમયથી બહારગામના વિધર્મીઓ દ્વારા મોકાની જમીનો વેચાણે લઇ ભેદી બાંધકામ તથા ચોક્કસ પ્રકારનું ભેદી અસામાજીક પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાપિત કરવાના લેડ – જેહાદ જેવા આંતરરાષ્ટ્રીય સ્તરના આયોજન બદ્ધ ષડયંત્રની શંકા ઉઠી છે. આ અંગે સામરખા સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે દાકલા રૂપી પગલાં લઇ આ વિસ્તારને અશાંત ધારો જાહેર કરી હિન્દુ પરિવારોને બંધારણીય રક્ષ આપવા માગણી કરવામાં આવી છે.
સામરખા સંઘર્ષ સમિતિએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સામરખા ગામ હાઈવે ટચ છે. અહીં નેશનલ હાઈવે, એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. સામરખા ગામની હદમાં આવેલા સર્વે નં.1638 / 1 +2ની બાજુવાળી જમીન જેનો સર્વે નં.1641 / 3, 1641 / 4, 1641 / 6ના મૂળ માલિક નોકરી ધંધાર્થે વિદેશમાં હોઇ આણંદના માથાભારે મુસ્લિમે તે જમીન પર ગેરકાયદેસર કબજો કરી બાંધકામ કર્યું છે. આ માથાભારે મુસ્લિમનો ઇતિહાસ ગુનાહિત માનસિકતાવાળો છે. સામરખા વિસ્તારમાં ફુલબાઇ માતાજીનું મંદિર કૃષ્ણનગર – વાઘપુરા જતા મુખ્ય રસ્તા પર છે. આ મંદિરે મોટે ભાગે હિન્દુ મહિલાઓ દર્શને આવતી હોય છે અને ખાસ કરીને રવિવાર આસપાસના વિસ્તારમાંથી બહેનો પોતાની માનતા અર્થે મંદિરે આવે છે. આવા વખતે આ વિધર્મીઓ જેમની જમીન પણ નજીકમાં રસ્તા પર હોય વચ્ચે ખુરશીઓ નાંખી બેસે છે અને દર્શનાર્થી મહિલાઓને અડચણરૂપ બની હેરાન કરતાં હોય છે. જેના ભાગરૂપે સામરખા – કૃષ્ણનગર વિસ્તારમાં હિન્દુ પરિણીતાને ફસાવી લવ – જેહાદનો ભોગ બનાવેલી જે હિન્દુ પરિણીતા પોતાના બાળકોને રસ્તે રઝળતા કરી દીધા છે. જે હિન્દુ પરિણીતાનો આજદિન સુધી કોઇ જ અત્તો – પત્તો લાગ્યો નથી. સામરખા – ભુતરડા, કૃષ્ણનગર, લીંબડાપુરા, દલાપુરા, ભાટીયાપુરા, વાઘપુરા, રામપુરા, શક્તિનગર વિસ્તારમાં અન્ય હિન્દુ મંદિરો જેવા કે ખોડલમાતા, હરસિદ્ધિ માતા, વિશોદ માતા, બળિયાદેવના વિગેરે મંદિરો પણ આવેલા છે. જેમાં પણ આ વિધર્મી લોકો અડચણરૂપ બની શકે તેમ છે.
આ વિધર્મી સામરખા – ભુતરડા, કૃષ્ણનગર, લીંબડાપુરા, દલાપુરા, ભાટીયાપુરા, વાઘપુરા, રામપુરા, શક્તિનગર વિસ્તારમાં જમીનો ખરીદી તેમાં તબેલા બનાવી, ફાર્મ હાઉસ બનાવી તેની આડમાં ગુંડા તત્વો રાખી અનેક ગોરખધંધા તેમજ ચિંતાજનક અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રાત્રે અજાણ્યા લોકો ભેદી વાહનોમાં અવર જવર કરતા હોય છે. સામરખા વિસ્તાર એક બાજુ નેશનલ હાઈવે અને બીજી બાજુ એક્સપ્રેસ હાઈવે આવેલો હોવાથી મોકાની જમીનો પચાવી પાડવાનું ખૂબ જ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. આથી, સામરખાના ગ્રામજનો પરિવાર બાળ – વચ્ચા સાથે શાંતિ સલામતીથી રહી શકીએ તે હેતુથી આંતરરાષ્ટ્રીય સ્તરના ષડયંત્ર લવજેહાદ, લેન્ડ જેહાદમાંથી બચવા માટે સામરખા ગામમાં અશાંત ધારો જાહેર કરવા માગણી કરવામાં આવી છે.