ઘોઘંબા : 21 માર્ચ
ઘોઘંબા તાલુકાના દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ માવાભાઈ પટેલ કે જેઓ છેલ્લા બારેક વર્ષથી શિક્ષકને નોકરીની સાથે સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સમાજના ગરીબ તેમજ જરૂરિયાત મંદ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે તેઓ દ્વારા અત્યાર સુધીમાં વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જેમાં ગામ સફાઈ, વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજન, વિદ્યાર્થીઓને સ્કૂલબેગ તથા નોટબુકનું વિતરણ ,ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ધાબળાનું વિતરણ ,અનાજ ની કીટની સહાય જેવા કાર્યો કરવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોના કાળમાં પણ તેઓએ પોતાના જીવના જોખમે લોકોને અનેક રીતે મદદ પૂરી પાડી હતી જુદી જુદી સંસ્થાઓના સહયોગથી જરૂરિયાત મંદ લોકોને શોધી તેમના સુધી પહોંચી અને તેમને મદદરૂપ થઈ રાજેશભાઈ પટેલે સમાજ સેવામાં ખૂબ સારું કાર્ય કર્યું છે જે બદલ અત્યાર સુધી તેઓને અનેક એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવ્યા છે તેઓને કામગીરીમાં વિશિષ્ટ કામગીરી રૂપે તેમના દ્વારા મૈત્રીમંડળ સેવા ટ્રસ્ટ આણંદ, મુંબઈ અને વડોદરા ના સહયોગથી તેઓએ ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાં વિકલાંગ લોકોને સાયકલનું વિતરણ કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું જેના ભાગરૂપે અત્યાર સુધીમાં 93 વિકલાંગ લાભાર્થીઓને ટ્રાયસીકલનું વિતરણ કરવામાં આવ્યું છે “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત હાવર્ડ યુનિવર્સિટી દ્વારા વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરતા લોકોનું સન્માન કરવાના ભાગરૂપે રાજેશભાઈ પટેલની આ કામગીરીને બિરદાવવા માટે હાવર્ડ યુનિવર્સિટી દ્વારા તેઓને એવોર્ડ તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી માનનીય કુબેરભાઈ ડીંડોરના હસ્તે તેઓનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ઘોઘંબા બી.આર.સી ભવન ખાતે ઘોઘંબાના મામલતદાર બી .એમ .જોશી ,તાલુકા વિકાસ અધિકારી કે .પી .પારગી ,ગુણવંતસિંહ ગોહિલ ,ભીખાભાઈ સોલંકી, બી.આર.સી .પ્રવીણભાઈ સોલંકી ,બજરંગ દળ ના સહસંયોજક ધવલભાઈ પંડિત તથા સરપંચ શ્રી નિલેશભાઈ વરિયાની ઉપસ્થિતિમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આજે પણ ઘોઘંબા તાલુકાના છ જેટલા લાભાર્થીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રતિનિધિ દિનેશ ભાટિયા ઘોઘંબા